Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોડાસામાં 27 નડતરરૂપ દબાણો પર ડીમોલેશન

મોડાસા: નગરમાં જાહેર માર્ગે નડતરરૂપ દબાણો હટાવવા પાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરીમાં તંત્ર દ્વારા 27 દબાણો દૂર કરાયા હતા.અને જપ્ત કરાયેલ લારીઓ સહિતનો માલ સામાન જપ્ત કરી ટાઉન પોલીસ સ્ટેશને ખસેડાયો હતો. જિલ્લાનું વડુ મથક મોડાસા આડેધડ પાર્ક થતાં વાહનો અને ઠેર ઠેર વકરી ઉઠેલા દબાણોથી ઘેરાઈ રહયું છે.જરૃરી કામકાજ માટે જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાંથી આવતા જિલ્લાવાસીઓને નગરના દબાણગ્રસ્ત વિસ્તારોથી ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહયો છે.ત્યારે ઉઠેલી વ્યાપક ફરીયાદો બાદ મંગળવારના રોજ મોડાસા નગરપાલિકા અને ટાઉન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોની રાહબરી હેઠળ માર્ગ પૈકી ના નડતરરૃપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.પાલિકાના સેનેટરી અને આરોગ્ય વિભાગના ઈન્સ્પેકટર સુનીલ પુરોહિત અને ટાઉન પીઆઈ એન.કે.રબારી ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ કાચા અને હંગામી દબાણો હટાવવાની ઝુંબેશ તળે સ્ટેશન રોડ,કડીયાવાડા રૃટ ઉપર ફુટપાથ કબ્જે કરી બેઠેલા પાથરણાવાળા અને રોડ ટચ હાથલારીવાળા ઓને દૂર કરાયા હતા.પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર સુનીલ પુરોહિત ના જણાવ્યા મુજબ દબાણ દૂર કરવાની આ કામગીરીમાં 27 જેટલા હંગામી દબાણો દૂર કરાયા હતા.અને 10 થી વધુ હાથલારીઓ અને માલ સામાન જપ્ત કરી ટાઉન પોલીસ સ્ટેશને હવાલે કરી દેવાયો હતો.તંત્રની આ દબાણ હટાવવાની કામગીરીને નગરજનોએ આવકારી સળંગ ઝુંબેશ હાથ ધરાય તેવી માંગ કરી હતી.

(5:39 pm IST)