Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અમીરગઢમાં 1.21 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું

અમીરગઢ: 82 ગુનામાં પકડાયેલ 1.21 કરોડનો વિદેશી દારૂ માત્ર પાંચ ડમ્પરોમાં લઈ આવેલ હતો અને તે પણ ડમ્પરો હાઈડ્રોલિંગ કરી તાત્કાલિક તેના ઉપર બુલડોઝર ફેરવતા મુદ્દામાલ પુરતો છે તેની તપાસ કર્યા વિના જ નાશ કરવામાં આવતા અનેક આંગળીઓ ચિંધાઈ રહી છે. અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ જતા ઘણીવાર વિદેશી દારૂની હેરાફેરી કરનાર તસ્કરો પોલીસના હાથે ચડી જતા તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ગુનો નોંધી પરપ્રાંતિય વિદેશી દારૂને જપ્ત કરવામાં આવેલ છે. જે વિદેશી દારૃનો નઆશ કરવા માટે અમીરગઢ કોર્ટના હુકમ થતા અમીરગઢમાં પકડાયેલ વર્ષ 2018-19 દરમિયાન 82 ગુનાઓમાં પકડાયેલો વિદેશી બોટલ નંગ 37676 કિંમત રૂપિયા 1,21,843,300નો પોલીસ ક્વાર્ટરમાંથી ડમ્પરો મારફતે હાઈવે ઉપર સેલટેક્ષ  ઓફિસ પાસે લાવવામાં આવ્યા બાદ જેસીબી તથા બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.  લોકો આ કુતુહલભર્યું દ્રશ્ય જોવા માટે પડાપડી કરી રહ્યા હતા. વિદેશી દારૂના નાશ દરમિયાન કુસુમબેન પ્રજાપતિ એસ.ડી.એમ. દાંતા, નશાબંધી અને આબકારી અધિકારી એમ.જી. મોદી, પી.એચ. ચૌધરી, ડીવાયએસપી ડીસા સહિત અમીરગઢ પોલીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(5:39 pm IST)