Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વડોદરાની પોલીટેક્નીક કોલેજ પાસે હીટ એન્ડ રનઃ પુરઝડપે આવી રહેલ ગાડીએ ફુટપાથ પર કામ કરી રહેલ ૩ શ્રમજીવીઓને અડફેટે લીધા

અમદાવાદ : ગુજરાતમાં વારંવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. આજે જ અમદાવાદમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાં જ વડોદરામાંથી વધારે એક અકસ્માતનાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધાનું સામે આવી રહ્યું છે.

વડોદરાની પોલિટેક્નિક કોલેજ પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પુર ઝડપે આવી રહેલી એક ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધા હતા. રોડના ડિવાઇડર પર કામ કરી રહેલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા.  રોડના ડિવાઇડર પર કામ કરતા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. બે મજુર અને બાળકી સહિત ત્રણ લોકોને ટક્કર મારી હતી. જો કે આ પરિવારને અડફેટે લીધા બાદ કાર ચાલક કાર સહિત ફરાર થઇ ગયો હતો.

તમામ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત હાલ નાજુક છે. ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આસપાસનાં સીસીટીવી કબ્જે લઇને પોલીસે તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે.

(5:02 pm IST)
  • ભેડીયાબેટ હનુમાન મંદિર રાષ્ટ્રને અર્પણ:સંતો-મહંતો અને જવાનોના હસ્તે રાષ્ટ્રાર્પણ:સ્વામિનારાયણ મંદિર દ્વારા વધારાઈ સુવિધા:૨.૫ કરોડના ખર્ચે મંદિરનું થયું નવનિર્માણ: વડાપ્રધાને પત્ર દ્વારા પાઠવી શુભેચ્છાઓ access_time 1:34 am IST

  • ગાંધીધામના પડાણા હાઈવે પર અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો: માથાના ભાગે ઈજાઓ થતા યુવાનનું મોત access_time 1:21 am IST

  • નખત્રાણાના લુડબાય પાસે હોટલ પર દરોડો: એલસીબી દ્વારા ૨૧૦ લિ. ડિઝલ ઝડપાયું :હોટલના સંચાલકની પોલીસે કરી ધરપકડ: ૧૪,૭૦૦નો જથ્થો પોલીસે કર્યો કબ્જે : નરા પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ access_time 1:27 am IST