Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રાજયની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ કામો માટે ૭૬૮.૮૭ કરોડના ગ્રાન્ટની ચુકવણી

ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા

રાજકોટ તા ૧૧  :  ગુજરાત મ્યુનીસિપલ ફાઇનાન્સબોર્ડ ખ્વારા રાજયની ૮ મહાનગરપાલીકા અને ૧૬૨ નગરપાલિકાઓમાં સેનીટેશન/સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઇ પ્રવૃતિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઇટ, સ્મશાનગૃહ/ક્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે જેવા કામો માટે રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાંણાપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂા ૭૬૮.૮૭ કરોડની ગ્રાન્ટની ચુકવણી કરવામાં આવી હતી.

આ અંતર્ગત વધુ માહીતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા રાજયમાં પારદર્શક સરકાર, સંવેદનશીલસરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના મંત્ર સાથે અને સોૈનો સાથ,સોૈના વિકાસની સાથે સર્વાગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓની સાથોસાથ  સુવિધાઓના  કાર્યો વેગવંતા બનાવવામાં આવેલ છે, ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલીકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી  લઘુતમ સાધનોનો મહતા ઉપયોગ થાય અનેગારીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઇ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહયું છે, ત્યારે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમીક સુવિધાઓથી લઇ માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી રાજયની ૮ મહાનગરપાલીક અને ૧૬૨ નગરપાલીકાઓને ૧૪માં નાણાંપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૧૯-૨૦ની રૂ૭૬૮,૮૭,૦૦૦/- બેઝીક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૮ મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ ૨૬.૯૦ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને ૨૧.૭૦ કરોડ, ભાવનગર મહાનગરપાલીકાને રૂ.૧૧.૦૯ કરોડ, જામનગર મહાનગરપાલીકાનેરૂ૧૦.૯૦ કરોડ, જુનાગઢ મહાનગરપાલિઇકાને રૂ પ.૫૬ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.પ.૭૭ કરોડ સહીત કુલ રૂ ૨૪૧.૩૯ કરોડની ફાળવણી તેમજ ૧૬૨ નગરપાલીકાઓને રૂ.૫૨૭.૪૮ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

(3:59 pm IST)