Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આઇટીઆઇ દ્વારા છ સપ્તાહમાં આશરે ૨૩ હજાર લર્નિંગ લાયસન્સ અપાયા

અમદાવાદ : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ ને કાચા લાયસન્સ આપવા અધિકૃત કરાયાના ૬ સપ્તાહથી થોડા વધુ સમયમાં આઇટીઆઇ મારફત અંદાજે ૨૩ હજાર લાયસન્સ ઇસ્યુ કરાયા છે. લોકો માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બને અને રોડ ટ્રાન્સપોર્ટ ઓફીસ (આરટીઓ) ખાતેનો ઘસારો ઓછો કરવાના હેતુથી ગુજરાત સરકારે ૨૨૧ આઇટીઆઇ અને ૨૯ સરકારી પોલીટેકનીકને શિખાઉ વાહનચાલકો માટે ઓનલાઇન ટેસ્ટ લઇ કાચા લાયસન્સ ઇશ્યુ કરવા અધિકૃત કરી હતી.

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ડીરેકટરો ઓફ એમ્પલાયમેન્ટ એન્ડ ટ્રેઇનીંગના આંકડા દર્શાવે છે કે નવી વ્યવસાય સારી રીતે ચાલી રહીછે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિશ્રા જણાવે છે કે આઇટીઆઇ ખાતે કાચા લાયસન્સ ઇશ્યુ કરવાની વ્યવસ્થાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સામાન્ય રીતે જયા ખૂબ જ ઘસારો થતો હોય છે તેઓ આઇટીઓ જવાને બદલે આઇટીઆઇમાં જવાનુ અરજદારો માટે સુગમ બની રહ્યુ છે. ર ડીસે.ની સ્થિતિએ આઇટીઆઇ ખાતે ૪૭૦૦૦ થી વધુ લોકોએ કાચા લાયસન્સ માટે અરજી કરી હતી તેમાંથી ૨૨,૯૭૧ અરજદારોએ ટેસ્પ પાસ કરી લાયસન્સ મેળવ્યા છે. બાકી અરજદારોમાંથી ૧૦૪૦૩ ટેસ્ટમાં નાપાસ થયા છે. જયારે ૧૪૨૭૭ અરજીઓ પુરતા દસ્તાવેજો નહી હોવાના બાકી ફ્રી અને પરીક્ષા દરમિયાન ભુલોના કારણે નકારાઇ હતી. લાયસન્સ મેળવવા માટે અરજદારે ઓનલાઇન રજી. કરાવી અને ફી ચુકવીને ઓનલાઇન ટેસ્ટ આપવાની રહે છે.

(3:39 pm IST)