Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

૧૬૦૦ એમએસઈ ઉદ્યોગો ખતરામાં: બે લાખ લોકો રોજગારી ગુમાવશે

એસ્સાર સ્ટીલની નાદારીનું નિરાકરણ નહિ થાય તો

અમદાવાદઃ એસ્સાર સ્ટીલ લી. દ્વારા નાદારી નોંધાયા બાદ ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલો આઈબીસી કોડ હેઠળ એમએસઈ ઉદ્યોગને આનો કોઈ ફાયદો નહી મળવાનો કારણે દેશભરમાં એસ્સાર સ્ટીલને માલ સપ્લાય કરતા અંદાજિત ૧૬૦૦થી વધુ એસએમઈ ઉદ્યોગો બંધ થશે અને જેને લઈને અંદાજે બે લાખથી વધુ લોકો બેરોજગાર બનશે એમ પ્રોફેશનલ એસોસીએશના ચેરમેન ચંદુભાઈ અગ્રવાલે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે કાયદો તો બનાવ્યો પરંતુ તેની કોઈ પ્રોત્સાહન ઉદ્યોગ સાહસીકોને મળ્યુ નથી અને ઉલ્ટાનું આ કાયદાને લીધે માલ સપ્લાય કરતા એસએમઈ ઉદ્યોગોનો લેણદારોમાંથી કાંટો જ કાઢી નાખ્યો છે.

આ ઉદ્યોગોની લેણાની રકમ રૂ.૯૬૦ કરોડથી વધુ થાય છે. ત્યારે જો કેન્દ્ર સરકાર હસ્તકની મિનિસ્ટર ઓફ કોર્પોરેટ દ્વારા તાત્કાલીક કોઈ ઉકેલ નહી આવે તો આ એસએમઈ ઉદ્યોગો મૃતપાપ થઈ આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ૮૦૦ કરોડ એસએમઈ ઉદ્યોગોને ફાળવાય તો તે ટકી શકશે અને સાથે ઓસી માટે લીકવીડેશન વેલ્યુને દુર કરી આ અંગે યોગ્ય સાનુકુળ નિર્ણય લેવો પણ જરૂરી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આની ઉપર ચર્ચા કે નિકાલ લાવવામાં નહી આવે તો એસએમઈ ઉદ્યોગકારો મોટા કોર્પોરેટ ગૃહોને માલ સપ્લાય કરવાનું બંધ કરી દેશે તેવી ચીમકી પણ આપી છે.

(3:38 pm IST)