Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સિંચાઇના કામો સમયસર ન થયાઃ સ્ટેમ્પ ડયુટીની વસુલાત ઓછીઃ 'કેગ'નો અહેવાલ

વિજ્ઞાન વિભાગ નાણાના વપરાશની દેખરેખ રાખવામાં નિષ્ફળઃ અનિયમિતતાના કારણે સરકારને આર્થિક ફટકો

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૧૧ : ગુજરાત વિધાનસભામાં આજે રજુ કરાયેલા એસએજીના આર્થિક અહેવાલમાં જણાવેલ કે જળ સંપતિ વિભાગ હસ્તકની સિંચાઇ યોજનાઓના વિસ્તરણ આધુનિકરણ અને નવીનીકરણ (ઇઆરએમ) માં સમયસર કામો કરી શકાયા નહી હોવા સાથે ૭.૩પ કરોડની આવકની વસુલાત કરી શકાઇ નથી.

આ અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ર૯૧૩ થી ર૦૧૭-૧૮ દરમ્યાન (ઇઆરએમ)ના થયેલા કામોનું મુલ્યકાંત કરાવામ)ં આવ્યું છે. જેમાં જલટલતિ ક્ષૈત્રના ૭.૯૬ લાખ ટ્રેકટરને આવરી લેવામાં આવ્યો હતો તેમાં ૧ર યોજનાઓમાંથી ૮ યોજનાઓના આયોજનનો અભાવ, અયોગ્ય આયોજન અને વપરાશ વચ્ચે તફાવત રહેતા કામો શરૂ થયા બાદ પૂર્ણ કરવામાં આવ્યા નથી.

જણાવ્યું છે કે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેના અધિકારક્ષેત્ર હેઠળ આવતી સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને ફાળવવામાં આવતી રકમનો વપરાશ યથાયોગ્ય થાય છે કે કેમ તેની દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયું. જેના કારણે અનુદાનનો ઉપયોગ થઇ શકયો નહીં. ઉપરાંત અનુદાન મેળવતી સંસ્થાઓએ વણવપરાયેલી અનુદાનની રકમ વિભાગને પરત કરી નહીં જેથી વર્ષ ર૦૧૩-૧૪થી ર૦૧૭-૧૮ દરમિયાન રૂ. ૧૦૯.૯૪ કરોડનું ભંડોળ અટવાયેલું રહ્યું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગે (ડીએસટી) વર્ષ ર૦૧૩-૧૪ થી ર૦૧૭-૧૮ દરમિયાન નવા તેમજ ઉભરતા પ્રૌદ્યોગિક ક્ષેત્રનાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે છ વિજ્ઞાન સંસ્થાઓને રૂ. ૧,૧૩ર.૦૬ કરોડ સહાયક અનુદાનની ફાળવણી કરી જેમાંથી આ સંસ્થાઓએ રૂ. ૯પ૦.૮૪ કરોડ રકમનો ખર્ચ કર્યો હતો. ડીએસટીના અનુદાન ફાળવણીના હુકમ અનુસાર ફાળવાયેલી રકમ તે જે હેતુ માટે મંજૂર કરવામાં આવી હોય તે હેતુ માટે જ ખર્ચ થવો જોઇએ અને નાણાકીય વર્ષના અંતે ફાળવાયેલી અનુદાનની વણવપરાયેલી બાકી રકમ ડીએસટીને પરત કરવી જોઇએ. તેમ કેગના અહેવાલમાં જણાવાયું છે.

આઠ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં ૨૧ નોંધાયેલા દસ્તાવેજોમાં એકંદર રૂ.૭.૩૫ કરોડની સ્ટેમ્પ ડયુટી સ્થાગિત થઇ હતી ઓછી વસૂલાત થઇ હતી. બે સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં, ત્રણ દસ્તાવેજોના અયોગ્ય વર્ગીકરણના કારણે રૂ.૧.૨૯ કરોડની સ્ટેમ્પ ડયુટીની ઓછી વસૂલાત થઇ હતી.

''પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાંથી ખાણકામની આવકની વસૂલાત અને પ્રાપ્તિ''ના ઓડિટમાં નીચે મુજબ જોવામાં આવ્યું હતું.

 વિભાગે કુવા પર કરેલ ખર્ચબાદના ખર્ચ/ કિંમત અંગેની માન્ય બાબતો અને આવી કિંંમતની ગણતરીની પધ્ધતિ નિયત કરી ન હતી. છ કેસોમાં, ચોક્કસ સૂચનાઓ ન હોવાથી કુવા પર કરેલ ખર્ચ બાદના ખર્ચમાં ''મૂડીની માની લીધેલી કિંમત''નો સમાવેશ રૂ.૧૬.૧૯ કરોડની રોયલ્ટીની ઓછી વસૂલાતમાં પરિણમ્યો હતો.

 પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમોમાં બિન-લાભપ્રદ હેતુઓ માટે ગેસના ઉપયોગ પર નિયંત્રણની જોગવાઇ છે, વિભાગે, જો કે, નુકસાન/કપાતના કરવામાં આવેલા દાવાની ચોકસાઇની ખાતરી કરવાના કોઇ પ્રયત્નો કર્યા ન હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વપરાશ જે બિન-લાભપ્રદ અથવા બગાડ માટે કારણરૂપ હોય તેના નિયંત્રણ માટે કોઇ ધોરણો નિયત કરવામાં આવ્યાં ન હતાં.

સ્ટેમ્પ ડયુટી, મોટર વાહન વેરો, ખાણકામની આવક અને વિદ્યુત કર અને શુલ્કને લગતા ચાર મુખ્ય વિભાગોના સરકારના લેણાની વસૂલાત કરવાની હતી એવા પડતર કેસોની સંખ્યા ૧,૫૬,૮૮૦ હતી. ઓડિટે ૪.૦૫૮ કેસોની ચકાસણી કરી હતી અને ૨.૫૧૭ કેસોમાં રૂ.૨૫૩.૬૫ કરોડની રકમ સંકળાયેલી  હતી એવી અનિયમિતતાઓ ધ્યાન પર આવી હતી. પ્રાથમિક રેકર્ડ/રજીસ્ટરો નિભાવવામાં ઉણપો, સંબંધિત અધિનિયમો હેઠળ વસૂલાતની પ્રક્રિયામાં અનુવર્તી કાર્યવાહી કરવામાં, હયાત સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ તેમજ જમીન મહેસૂલની પાછલી બાકીની વસૂલાત માટે અપૂરતા પગલા અને અનુવર્તી કાર્યવાહી એમ બન્નેમાં નિષ્ફળતા જોવા મળી હતી. આની વિભાગ વાર ચર્ચા હવે પછીના ફકરાઓમાં કરવામાં આવી છે.

 ર૪પ દસ્તાવેજોમાં રૂ.૧૦.પ૩ કરોડની ખુટતી સ્ટેમ્પ ડયુટી માટેના માંગણીની મુલ્યકાંત હુકમોમાં નિર્દિેષ્ટ સમય મર્યાદામાં ચુકવણી કરવામાં આવી ન હતી. આ માંગણીઓની ગુજરાત જમીન મહેસુલ સંહિતા હેઠળ જમીન મહેસુલની પાછલી બાકી તરીકે વસુલાત કરવા માટે કોઇ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી તે વસુલ થયા વગરના રહ્યા હતા આ પૈકી ૧૭૮ કેસો બે વર્ષ કરતા અધિક જુના હતા પાછલી બાકીને જમીન મહેસુલની પાછલી બાકી તરીકે જાહેર કરવા માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં કોઇ સમય મર્યાદા નિયત કરવામાં આવી ન હતી. 

(3:19 pm IST)
  • ગાંધીધામમાંથી જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા :સુંદરપુરી વિસ્તારમાં પોલીસે પાડ્યો દરોડો:પોલીસે ૧.૨૭ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે: જાહેરમાં તીનપત્તીનો રમાતો હતો જુગાર access_time 1:29 am IST

  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST

  • સુરત લાંચ કેસમાં સંડોવાતા કોંગ્રેસનાં ૨ હોદેદારો બરતરફ access_time 3:24 pm IST