Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

૮ પ્રકારની દિવ્યાંગતાના બદલે હવે ર૧ પ્રકારની દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાશે

રાજય સરકારે જિલ્લાવાર બોર્ડની રચના કરીઃ અધ્યક્ષપદે સિવીલ સર્જન

રાજકોટ તા. ૧૧ : રાજય સરકારે પર્સન્સ વીથ ડીસેબીલીટી એકટ હેઠળ શારીરિક માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને પ્રમાણપત્ર આપવા માટે જે તે સિવિલ સર્જનની અધ્યક્ષતામાં જિલ્લાવાર તબીબી બોર્ડની રચના કરી છે. જેમાં વિવિધ રોગના તબીબોને સભ્ય તરીકે સ્થાન અપાયું છે.આ અંગે ૪ ડીસેમ્બર ર૦૧૯ ના દિવસે આરોગ્ય વિભાગના ઉપસચિવ આઇ.ડી. ચૌધરીની  સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવ્યુ છે કે નવા કાયદાના અમલના કારણે અગાઉ ૮ પ્રકારની દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાની બાબતમાંં વધારો કરસ કુલ-ર૧ પ્રકારની દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આપવાનું સુનિશ્ચીત કરવામાં આવેલ છે આ દિવ્યાંગતા વધતા વધારાની તે દિવ્યાંગતા સુનિીશ્ચીત કરવાની છે જેથી જીલ્લા તબીબી બોર્ડમાં તજજ્ઞોનો સમાવેશ કરવાનો રહે છ.ે તે જ પ્રમાણે દિવ્યાંગતા વધવાના કારણે જુદી-જુદી દિવ્યાંગતા માટે મેડીકલ ઓથોરીટી જાહેર કરવાની બાબતમાં પણ જરૂરી તજજ્ઞોનો સમાવેશ કરવાનો રહે છે. આ ઉપરાંત નવ. કાયદાનુસાર અને ભારત સરકારની ગાઇડલાઇન મુજબ UDID (Unique Disability Card   માટે સ્વાવલંબન પોર્ટલની વેબસાઇટ  http://www. swavi amban card. gov.inઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે આ માટે સસ્તા અનાજની દુકાનો, સમાજ સુરક્ષા અધિકારીની કચેરીઓ, સરકારી હોસ્પીટલો અને સેવાભાવી સંસ્થાઓ દિવ્યાંગજનોને ઓનલાઇન અરજી કરવામાં મદદ કરશે એટલે હવે, તે અંગેની જોગવાઇ કરવાની રહશે.  રાજયમાં શારીરિક ક્ષતિ ધરાવતા વ્યકિતઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી તે મુજબ ઠરાવ કરેલ છે.

(1:05 pm IST)