Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

હરિસ્વરુપદાસજી સ્વામીની કથાથી લાખો યુવાનો સત્સંગના રંગે રંગાઇ નિવ્યસની બન્યા છે: -આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ

SGVP ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મેમનગર ગુરુુકુલના હરિસ્વરુપદાસજી સ્વામીને સદગુરુની પદવી એનાયત કરવામાં આવી.

અમદાવાદ તા. ૧૧ એક સાધક સંત સ્વાધ્યાય ચિંતન-મનન કરીને સમાજ સમક્ષ પ્રસ્તુત થાય તો કેટલા લોકોને જગાડી શકે અને સામાજિક સેવામાં જોડી શકે તેમજ સત્સંગમાં કેવી ક્રાન્તિ આણી શકે અેનું જ્વલંત ઉદાહરણ હોય તો તે અમદાવાદ મેમનગર ગુરુકુલના સંત પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી.

  લોકડાયરાના કલાકારો, તેમજ પ્રસિદ્ધ કથાકારોની શૈલીને ઓળંગી જાય એવી આગવી રસપ્રદ, રમુજી અને જીવન ઉપયોગી તેમજ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોને પોષક અેવી જીવન જાગરણની કથાવાર્તા દ્વારા લાખો યુવાનોને સત્સંગના રંગે રંગી વ્યસનમુક્ત  કર્યા છે.

તેમના આગવા પ્રકાશનો વ્યસનમુક્તિ, જીવનપંથ, જીવનમંગલ, પંચવર્તમાન, વિદ્યાર્થી પંચ લક્ષણમ્, જીવન ઘડતર, સહજાનંદ સ્વામી એટલે, વંદુ સહજાનંદ પદ અને ભજગોવિંદના પ્રવચનો શિરમોડ અને  દાદ માગી લેવા છે.

    તાજેતરમા SGVP ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ વડતાલ પીઠાધિપતિ પ.પુ..ધુ. ૧૦૦૮આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અપાતી સદગુરુની પદવી ભવ્ય સન્માન સાથે હરિસ્વરુરદાસજી સ્વામીને આપી હતી.

 મહારાજશ્રીએ જણાવેલ કે અમોઅે ગાદી આરુઢ થયા પછી ઘણાં સંતોને સદગુરુની પદવી આપેલ છે પણ હરિસ્વરુપદાસજી સ્વામીને સદગુરુની પદવી આપતા અમોને અત્યંત આનંદ અને હર્ષ થાય છે.

 આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, નવિનભાઇ  દવે, મધુભાઇઓ દોંગા તેમજ ઉપસ્થિત સંતોએ હાર  પહેરાવી હરિસ્વરુપદાસજી સ્વામીનું બહુમાન કર્યુ હતું.

(12:19 pm IST)