Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગાંધીનગરમાં પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સુરતના ચિંતનની તબિયત લથડીઃ દાખલ કરાયો

ગાંધીનગર,તા.૧૧: ગાંધીનગર ઘ-૪ સ્વર્ણિમ પાર્ક પાસે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર ઉતરેલા એક યુવાનની તબિયત લથડતાં તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક સારવાર બાદ યુવાનની તબિયત સ્થિર છે. આ યુવાન સુરતનો વતની છે. હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાર પણ તેની સાથે બિન સચિવાલય પરીક્ષા રદ કરોનું બેનર સાથે હતું.

ઉલ્લેખનીય છે કે, યુવાનો છેલ્લા આઠ દિવસથી આંદોલન પર બેઠા છે. તેઓ બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. પ્રારંભમાં આંદોલને વેગ પકડ્યો હતો. પરંતુ કોંગ્રેસ એન્ટર થયા બાદ આંદોલન નરમ પડ્યું હતું. જો કે, હજુ પણ કેટલાક ઉમેદવારો બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની અડદ માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, જેમાં સુરતના ચિંતન સંઘાણીનો પણ સમાવેશ થાય છે. આ યુવાન છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ પર ઉતર્યો હતો. ગઇ કાલે જ તેની તબિયત લથડી હતી. જોકે, વધુ તબીયત લથડતો તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેની તબિયત સુધારા પર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

(11:39 am IST)