Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કરજનો વિકાસ : રૂપાણી સરકારે બે વર્ષમાં રૂ.૧૩૭૦૦ કરોડ મુદલ, ૧૭૧૪૬ કરોડ વ્યાજ ચુકવ્યું

ગુજરાતનું જાહેર દેવુ અઢી લાખ કરોડ નજીક પહોંચ્યુ

ગાંધીનગર, તા. ૧૧ : ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૨.૪૦ લાખ કરોડ થયું છે, જયારે સરકારે બે વર્ષમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. જાહેર દેવાના આંકડા રાજયમાં વધતા જાય છે.સરકાર એવો દાવો કરે છે કે રાજયનો વિકાસ કરવો હોય તો દેવું કરવું પડે.

દેવાના વિવિધ વિકલ્પોમાં સરકારે મોટાભાગે બજાર લોન અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા ઉછીના લેવાનું શરૂ કર્યું છે. તેથી વ્યાજના આંકડા મોટા થતાં જાય છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશના એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ૩૧મી ઓકટોબર ૨૦૧૯ની સ્થિતિએ રાજયનું જાહેર દેવું સુધારેલા અંદાજ પ્રમાણે ૨૪૦૬૫૨ કરોડ રૂપિયા છે.

આ દેવાની સામે છેલ્લા બે વર્ષમાં પરત ચૂકવણી અંગેના એક પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે ૨૦૧૭-૧૮માં સરકારે ૧૭૧૪૬ કરોડ રૂપિયાનું વ્યાજ અને ૧૩૭૦૦ કરોડની મુદ્દલ ચૂકવી છે. એવી જ રીતે ૨૦૧૮-૧૯માં અંદાજ પ્રમાણે ૧૮૧૨૪ કરોડનું વ્યાજ અને ૧૫૪૪૦ કરોડની મુદ્દલ ચૂકવવામાં આવી છે.

દેવાના વ્યાજદર અંગેના ધારાસભ્યના એક પૂરક પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે કહ્યું છે કે નાણાકીય સંસ્થાઓની લોન સરકારને ૪.૭૫ ટકાથી ૮.૭૫ ટકાના દરે મળે છે. બજાર લોન ૬.૦૫ ટકાથી ૯.૭૫ ટકાના દરે, નાની બચતોની લોન ૯.૫૦ ટકાથી ૯.૭૫ ટકાના દરે તેમજ કેન્દ્રીય દેવામાં શૂન્ય ટકાથી ૧૩ ટકા સુધીનું વ્યાજ હોય છે. ગુજરાત સરકારનું જાહેર દેવું એકંદરે દ્યરગથ્થુ ઉત્પાદનના ૧૬.૦૩ ટકા જેટલું થાય છે.

જાહેર દેવા સામે એકંદર દ્યરગથ્થું ઉત્પાદનના ગુણોત્ત્।રમાં સુધારો થયો હોવાનો દાવો નાણા વિભાગના ડોકયુમેન્ટમાં કરવામાં આવ્યો છે. જાહેર દેવાના દ્યટકાં સૌથી વધુ ૭૧.૪૫ ટકા બજાર લોન ને પાવર બોન્ડ્સ છે. કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ ૨.૮૦ ટકા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી લોનની ટકાવારી ૫.૫૭ ટકા થાય છે. એનએસએસએફ લોનમાં ૨૦.૧૯ ટકા છે. ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ ૨૦૧૪માં અંતેમાત્ર ૧૪૯૫૦૬ કરોડ રૂપિયા હતું તે માર્ચ ૨૦૧૫ના અંતે વધીને ૧૬૩૪૫૧ કરોડ રૂપિયા થયું છે. ૨૦૧૬મી જાહેર દેવાની રકમ ૧૮૦૭૪૩ કરોડ હતી જે ૨૦૧૭માં વધીને ૧૯૯૩૩૮ કરોડ થઇ હતી.

(11:38 am IST)