Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મેન્યુઅલ સુએજ ઉપર પ્રતિબંધ છતાં ગટરમાં ઉતરીને માણસો દ્વારા સફાઈ કેમ? : હાઇકોર્ટે ઉધડો લીધો

જે અધિકારીઓ આદેશ નથી સાંભળતા તેમની સામે પગલા લો

અમદાવાદ : રાજયમાં ગટરમાં ઉતરી સફાઈ કરવાના મામલે હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે હાઇકોર્ટે સરકારી અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો. તંત્રને દ્યચકાવતાં હાઈકોર્ટે કહ્યુ હતું કે જે અધિકારીઓ આદેશ નથી સાંભળતા તેમની સામે પગલા લો. સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતમાં માણસો દ્વારા ગટર સાફ કરાવવાની દ્યટનાઓને કોર્ટે અમાનવીય ગણાવી હતી.

હાઈકોર્ટે રાજય સરકારના રિપોર્ટ પર વ્યકત નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે નારાજગીની પોતાના હુકમમાં પણ નોંધ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સુએજમાં ઉતરી કામ કરવા પર પ્રતિબંધ હોવાની વાત જણાવી હતી તેમ છતાં કેમ લોકો ગટરમાં ઉતરીને કામ કરે છે. મેન્યુઅલ સુએજ પ્રતિબંધિત છે. ગુજરાત ગટર સાફ કરવાથી થતા મોતમાં હાઈએસ્ટ છે

૩ જી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ બે જણાના ગટરમાં સાફ કરવા ઉતરેલા મજૂરોના ગૂંગળામણ થવાથી મોત થયા હતા. ગટરમાં માણસોને ઉતારીને સાફ સફાઈ કરાવવા ઉપર પ્રતિબંધ છે. પ્રતિબંધ છતા લોકો કેમ કામ કરે છે? તંત્ર દ્વારા કેમ કોઈ પગલા નથી લેવાતા? માણસોને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે જે અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ ગણકારતા નથી. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું. મેન્યુઅલ ગટર સાફ કરવાની પ્રવૃત્ત્િ।ના કારણે મોત થયાનું નોંધ્યું છે.

હાઇકોર્ટે રાજય સરકારના રિપોર્ટ પર નારાજગી વ્યકત કરી છે. આ નારજગીની નોંધ કોર્ટે પોતાના હુકમમાં પણ કરી છે. આ કેસની સુનાવણી હજી આવતી કાલે છે ત્યારે હાઈકોર્ટ આ મામલે ગુજરાત સરકાર સામે સ્ટ્રીકટ વલણ દાખવીને નવા કડક આદેશ જાહેર કરી શકે છે. ૩જી ડિસેમ્બરે સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરોના મોત થયા છે. નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજૂરોના મોત થયા છે. જેમાં બે મજૂરના ગેસ ગૂંગળામણથી મોત થયા છે. બંને ફાયર વિભાગ દ્ઘારા રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો કે વ્યવસ્થા વગર ઉતરેલા યુવકના મોત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે.

કિશોર મોતી સુરખા અને વિજયભાઇ ભૈયા નામના બે મજૂરોના મોત થયા હતા. માનવ ગરિમા ટ્રસ્ટ દ્વારા એડવોકેટ હીરક ગાંગુલીએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં રજૂઆત કરાઇ છે કે, હાઇકોર્ટમાં થોડાં વર્ષો પહેલાં માથે 'મેલુ ઉપાડવા' મામલે થયેલી જાહેરહિતની અરજી બાદ સરકારને કોર્ટે કેટલાક નિર્દેશો આપ્યા હતા, જેમાં ગટરમાં સફાઇ કામદારને ઉતારવા નહીં પરંતુ ટેકનોલોજીની મદદથી સફાઇ કરવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ ગટરમાં માણસ દ્વારા કરાતી સફાઇ સામે કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ કર્યો છે. અરજીમાં એવી પણ રજૂઆત કરાઇ છે કે સરકાર સફાઇ કામદારોને પૂરતા સાધનો આપતી ન હોવાથી ડભોઇમાં જૂન ૨૦૧૯માં ૭ સફાઇ કામદારોના ગૂંગળાઇને જતાં મોત નીપજયા હતા .

(11:37 am IST)