Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

અમદાવાદમાં કમલમ્ ભેંકાર :રાજીવ ગાંધી ભવનમાં જોવા મળ્યો ધમધમાટ

અમદાવાદ: દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોના વલણની અસર ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયો પર પણ જોવા મળી હતી.

રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મુખ્ય ત્રણ રાજ્યોમાંથી પોતાની સત્તા જતી જોવા મળતા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સન્નાટો પ્રસરી ગયો હતો અને કાર્યાલય પર ગણ્યાગાંઠ્યા કાર્યકરો સિવાય કમલમ ભેંકાર ભાસતું હતું.જયારે  કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધમધમાટ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

(8:53 pm IST)