Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જાદુગર પાસેથી ઓડીશનમાં સીલેકટ કરવા માટે રૂ. ર૦ હજારની લાંચ લેતા રીજીયોનલ આઉટરીચ બ્યુરોના કલાસ-૧ ડાયરેકટર મનીષ ગૌતમ ઝડપાયા : એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં કે.બી.ચુડાસમા ટીમે વધુ એક મોટા માથાને હડફેટે લીધુ

રાજકોટઃ એક જાગૃત ફરીયાદી દ્વારા  લાંચ રૂશ્વત બ્યુરોના અમદાવાદ ખાતેના  હેડ કવાર્ટરમાં એક ફરીયાદી કે જેઓ જાદુના કલાકાર હોય અને નવા રજીસ્ટ્રેશન ફોર્મ માટે ભરેલ નોટીસ આધારે ઓડીશનમા સીલેકટ થવા માટે  અરજી કરેલ. જે મંજુર કરવા રીજીયોનલ આઉટરીચ બ્યૂરો અમદાવાદના ડાયરેકટર (કલાસ-૧) મનીષ રામપ્રસાદ દ્વારા ર૦ હજારની લાંચના આરોપની ફરીયાદ કરી હતી.

આરોપીએ એસીબીમા એવું જણાવેલ કે આરોપી દ્વારા તેની પાસે લાંચની માંગણી કરી છે. ફરીયાદીની ઉકત ફરીયાદ આધારે એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝનમાં એસીબી પીઆઇ આર.ટી. ઉદાવતેે છટકુ  ગોઠવી આરોપીને ઝડપી લેતા ખળભળાટ મચી  ગયો હતો.

એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં એસીબી અમદાવાદ એકમના નિયામક કે.બી.ચુડાસમા ટીમને વધુ એક મોટા માથાને હડફેટે લેવામાં સફળતા સાંપડી છે.

(8:46 pm IST)