Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ડીસાના રસાણા ગામની સિમપાસે ગાયોને બચાવવા જતા ટ્રેનની અડફેટે યુવાનનું મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામ પાસે ગત મોડી રાત્રે ટ્રેનની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું

  આ અંગે મળતી વિગત મુજબ રસાણા ગામના રણજીત ધારજીજી ઠાકોર ગત રાત્રીએ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહેલ ટ્રેનની ફાટક પાસે ઉભા હતા ત્યારે ટ્રેનના પાટા પર પાંચ-છ ગાયો હતી તે સમયે સામેથી ડીસાથી પાલનપુર જવા માટે નીકળેલ ટ્રેનની આવતી જોતા રણજીત ગાયોને બચાવવા માટે પટરી પર ગયો હતો ને ગાયો ની નકાળતા નીકાળતા તેનો પગ ટ્રેન ની અડફેટે આવી ગયો હતો જેથી તે ટ્રેનની પટરીની બાજુમાં પાછડાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું

  આ વાત ની જાણ ગામ લોકોને થતા તાત્કાલિક ગામ લોકો ઘટના સ્થળે પહોંચી અને લાશને પી.એમ અર્થે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધેલ છે

(8:23 pm IST)