Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કપડવંજના સિંધાલીમાં બાઈકની હડફેટે કિશોરનું કમકમાટી ભર્યું મોત

કપડવંજ: તાલુકાના સીંધાલીમાં રણજીતસિંહ બુધાભાઈ રાઠોડ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરે છે. તેમનો દીકરો કિશન ધો. ૮માં અભ્યાસ કરે છે. કિશન ગત તા. ૮/૧૨/૧૮ના રોજ ખેતરમાં ગયો હતો. જ્યાંથી શીંગોડા લઈ ઘરે આવતો હતો ત્યારે સીંધાલી-ઘનશ્યામનગર રોડ પરથી રવિન્દ્ર જગદિશભાઈ રાઠોડ મોટરસાયકલ નં. જીજે-૦૭-બીકે-૮૬૮૭એ ચાલતા જતા કિશનકુમાર (ઉં.વ. ૧૩)ને ટક્કર મારતાં તેને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી કિશોરને તુરંત જ સારવાર માટે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા કિશનનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે રણજીતભાઈ બુધાભાઈ રાઠોડની ફરિયાદ આધારે આંતરસુંબા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:22 pm IST)