Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

આણંદ નજીક બાકરોલમાં અગાઉ ઝઘડાની અદાવતમાં જબરદસ્તી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા બાકરોલ ખાતે રહેતા ત્રણ શખ્સો દ્વારા અગાઉના ઝઘડાની અદાવતમાં એકને જોળ ગામેથી જબરજસ્તીથી અપહરણ કરીને લાવીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર બાકરોલ ખાતે થોડા સમય પહેલા મલેકો અને પઠાણો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં એકનું મોત થયું હતુ. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને સંડોવાયેલા તમામની ધરપકડ કરી હતી. દરમ્યાન આ ઝઘડાની અદાવત રાખીને ગત ૮મી તારીખના રોજ સવારના સાડા દશેક વાગ્યાના સુમારે ઐયુબભાઈ બચુભાઈ મલેક, ઈમરાન મુનાવરમીંયા મલેક તથા મુનાવરમીંયા ઈલ્મુમીંયા મલેક દ્વારા જામીન પર છુટેલા નાજીમખાનને જોળ ગામેથી બાઈક ઉપર બાકરોલ ગામે ઉઠાવી લાવીને ગાળો બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 


 

(5:21 pm IST)