Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ઉમરેઠ પોલીસે રાવળીયા ચકલા નજીક વોચ ગોઠવીને રીઢા બાઈક ચોરને રંગે હાથે ઝડપ્યો: ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

ઉમરેઠ:પોલીસે ગઈકાલે રાવળીયા ચકલા પાસે વોચ ગોઠવીને રીઢા બાઈક ચોરને ચોરીના બાઈક સાથે ઝડપી પાડીને ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ પોલીસને હકીકત મળી હતી કે, અગાઉ વાહનચોરીમાં ઝડપાયેલા સિધ્ધાંત બળવંતસિંહ પુવાર પાસે ચોરીનું બાઈક છે અને તે પોતાના ઘરેથી બજાર તરફ આવવાનો છે જેના આધારે પોલીસે રાવળીયા ચકલા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન સીધ્ધાંત પુવાર બાઈક લઈને આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને બાઈકના કાગળીયા તથા માલિકી અંગેના દસ્તાવેજોની માંગણી કરી હતી જે તે આપી શક્યો નહોતો અને ગલ્લાંતલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેને પોલીસ મથકે લાવીને પુછપરછ કરતાં આ બાઈક તેણે નવરાત્રી દરમ્યાન નાસિકવાળા હોલ પાસેથી ચોરી કર્યાનું જણાવ્યું હતુ. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં નવેક મહિના પહેલાં ડાકોરમાં પૂનમના મેળામાંથી તેમજ મંજુસર જીઆઈડીસીમાંથી પણ બાઈકો ચોર્યાની કબુલાત કરી હતી. આ બાઈકો તેણે પોતાના ઘર પાસે છુપાવી રાખ્યા હોવાનું જણાવતાં જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને વધુ બે બાઈકો જપ્ત કર્યા હતા. 

(5:19 pm IST)