Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ધ અમેરો કેશ ડોટ કોમ પ્રોજેકટ પીઇ ઇન્વેસ્ટમેન્ટ મારફત રૂ. ૪૫૦ કરોડ એકત્ર કરશે

ઓનલાઇન સામે નાના-મધ્યમ વેપારીઓ વેપાર અસ્તિત્વક જાળવવા

અમદાવાદઃ સતત વધી રહેલા ઓનલાઇન વ્યવહારોના કારણે નાના વેપારીઓને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ધ અમેરો કેશ ડોટ કોમ એ લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. નાના વેપારીઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આગામી માર્ચ-૧૯ અંત સુધીમાં રૂ. ૧૦૦૦ કરોડનો વેપાર લક્ષ્યાંક હાંસલ કરવા આશાવાદી હોવાનું અમેરો રિસર્ચ એન્ડ લોયલ્ટી સોલ્યુશન પ્રા.લિમિટેડ કંપનીના ડિરેકટર અભિષેક ઠક્કરે જણાવ્યું હતું. માર્કેટિંગ તથા વેપાર વિસ્તરણ માટેની આંશિક નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાઇવેટ ઇકિવટી મારફત રૂ. ૪૫૦ કરોડ એકત્ર કરવા જઇ રહી છે. કંપનીએ શરૂ કરેલી એપ્લિકેશન theamerocash.com માં દવા, કરિયાણા, હોટલ-રેસ્ટોરન્ટ બિલ ભરવા, ફેશન, હોમસર્વિસીઝ, ઇલેકટ્રોનિકસ, બૂક-જવેલરી ઉપરાંત ડોકટરને પણ આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે એક એપ્લિકેશન દ્વારા ગમે તે વસ્તુ ગમે ત્યારે ઓનલાઇન મારફત અને ખાસ કરીને રિટેલમાંથી નાના ટ્રેડરો પાસેથી સરળતાથી મળી રહેશે. આ એપ્લિકેશન દ્વારા નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે, વેપારીઓને રિસર્ચ અને માર્કેટિંગ જેવી અનેક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે જેના કારણે નાના વેપારીઓ વગર માર્કેટિંગ ખર્ચે વેપાર વૃદ્ઘિ કરી શકશે. આ ઉપરાંત જે-તે દુકાનદાર પોતાના નામના ગિફ્ટ વાઉચર પણ આપી શકશે.

(4:06 pm IST)