Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કોંગ્રેસની જીતથી હાર્દિક હરખાયો, 'પહેલા કપિલને(મોદી) જોતા હતા, હવે વિરાટને (રાહુલ) જોઈએ છીએ'

દુનિયા દિવસેને દિવસે બદલાતી રહે છે એટલે ગુજરાત પણ બદલાશે, ચૂંટણી પછી રાહુલ ગાંધી મોદી સામે ખૂબ જ મજબૂત ચહેરો બનશે

અમદાવાદ, તા.૧૧: અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાંથી જામીન મળ્યા બાદ પાટીદારો તરફતી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે. આ અનુસંધાને હાર્દિક પટેલે મંગળવારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે પાંચ રાજયોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના સારા પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમજ રાહુલ ગાંધી આગામી સમયમાં મોદીની બરાબરી કરી શકશે તેમ જણાવ્યું હતું.

ખૂબ ચોંકાવનારા અને નવાઈના પરિણામો છે. જે રીતે એકિઝટ પોલ હતા એ પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે. ભાજપના ગઢમાં ચોંકવાનારા રિઝલ્ટ આવી રહ્યા છે. ગુજરાત પછીની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણીમાં અસર પાડશે. છત્ત્।ીસગઢમાં એકિઝટ પોલ કામ ન્હોતું કરતું ત્યાં કોંગ્રેસ કિલન સ્વિપ કરી રહી છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે. મધ્ય પ્રદેશમાં પણ સારું પરિણામ આવશે.

ભાજપના નબળા પ્રદર્શન અંગે હાર્દિકે જણાવ્યું કે, ખેડૂતો અને યુવાનોનો મુદ્દો સરકાર વિરુદ્ઘ હોવાનું આ પરિણામ છે. સરકાર કાળું નાણું પરત ન લાવી શકી તેનું આ પરિણામ છે. સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓમાં સરકારની દખલગીરીનું આ પરિણામ છે. રિઝર્વ બેંકમાં ઉર્જિત પટેલ સાથે જે થયું તે પરથી જનતા પહેલાથી ઘણું બધું માપી રહી છે. ૨૦૧૯ પહેલાની આ સેમિફાઇનલ દ્યણું બધું નક્કી કરશે.

હાલ ગુજરાત, રાજસ્થાન, છત્ત્।ીસગઢ અને મધ્ય પ્રદેશમાં મોટા ભાગની લોકસભાની બેઠકો ભાજપ પાસે છે. ૨૦૧૯માં ચૂંટણીમાં આ રાજયોમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરે તો ભાજપને સરકાર બનાવવી મુશ્કેલ પડશે. આ ચૂંટણીની અસર જસદણ પેટાચૂંટણી પર પણ પડશે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાંથી આઠથી દસ બેઠક જીતશે. ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકની વાતો કરી રહ્યું છે તે ખોટું પડશે.

આ ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીનું ૨૦૧૯નું વર્ષ ખૂબ સારું રહેશે. અત્યાર સુધી રાહુલ ગાંધીને બદનામ કરવાના જે પણ પ્રયાસો થયા, પરંતુ આ ચૂંટણી એ સાબિત કરશે કે તેઓ સફળ છે. એવું કહી શકાય કે વડાપ્રધાન મોદી સામે તેઓ મજબૂત છે. પહેલા આપણે બધા કપિલ દેવ અને સચિનને જોતા હતા, હવે આપણે વિરાટ કોહલીને જોઈએ છીએ. દુનિયા દિવસેને દિવસે બદલાતી રહે છે એટલે ગુજરાત પણ બદલાશે. ચૂંટણી પછી રાહુલ ગાંધી મોદી સામે ખૂબ જ મજબૂત ચહેરો બનશે.

(5:55 pm IST)