Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

GPSC ક્લાસ-1 અને 2ની પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર :4997 ઉમેદવાર થયા ઉત્તિર્ણ

294 જગ્યા માટે 21મી ઓક્ટોબરે લેવાઈ હતી :મુખ્ય પરીક્ષાની ટૂંકસમયમાં થશે જાહેરાત

અમદાવાદ :ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ-1 અને ક્લાસ-2ની યોજાયેલ પરીક્ષામાં 4997 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ઉત્તિર્ણ થયા છે.હવે આ તમામ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શકશે.

 

   મળતી વિગત મુજબ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસની કુલ 294 જગ્યાઓ માટે પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી હતી. જીપીએસસી દ્વારા આ પરીક્ષામાં ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 4997 ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે પાસ થયા છે.

   જીપીએસસીની વેબસાઈટ પર આપેલી માહિતી અનુસાર, પ્રિલીમનરી પરિક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ હવે મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ફરી અરજી પત્રક ભરવાનું રહેશે. અગામી મુખ્ય પરીક્ષા માટે ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

(1:12 am IST)