Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મુખ્યમંત્રી રૂપાણીએ કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું કર્યું ઉદ્ઘાટન :ગુજરાતમાં પોર્ટ અને આઇટી ક્ષેત્રમાં જોડાશે

વાઇબ્રન્ટ ગુજરાતમાં કઝાખીસ્તાનનું ડેલીગેશન આવશે. :કરશે રોકાણ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું  સેક્ટર 8ના રહેણાંક વિસ્તારોમાં કોન્સ્યુલેટની શરૂઆત કરાઈ છે ગુજરાતમાં પ્રથમ કોન્સ્યુલેટની શરૂઆત થતા  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નિવેદનમાં કહ્યું કે, કોન્સ્યુલેટની શરૂઆત થવાથી  કઝાખીસ્તાન અને ભારતના સંબંધો સારા થશે.

    મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપણીએ કહ્યું કે, વિકસિત દેશ તરીકે ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે. કઝાકિસ્તાનની પીએમ મોદીએ પણ મુલાકાક કરી હતી. યુરેનિયમમાં કઝાખીસ્તાનનો ભારતને સારો એવો સહકાર મળી રહ્યો છે. ગુજરાતના પોર્ટ પરથી કઝાખીસ્તાન સુધી પોર્ટ કનેક્ટિવિટીના પ્રયાસો કરવામાં આવશે. સાથે જ ગુજરાતમાં પણ આઇટી ક્ષેત્રે પણ જોડાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  વાઇબ્રન્ટ ગુજરાતમાં કઝાખીસ્તાનનું ડેલીગેશન આવશે.

   કોન્સ્યુલેટની ઓફીસથી ભારતના સંબંધોની સાથે ગુજરાતને પણ ફાયદો થશે.ગાંધીનગર સ્થિત કોન્ગ્યુલેટના કોન્સ્યુલર તરીકે દિલીપ ચંદનની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં કઝાકિસ્તાનના એમ્બેસેડર બુલાત સરસેનબેવનું નિવેદન આપ્યું હતું, કે ગુજરાતમાં પણ કઝાખીસ્તાનનું રોકાણ કરશે. સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં પણ એક હિલિયન કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે

(11:02 pm IST)