Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

જાગૃતિ માટે ઉબેરે ઇલેકટોરલ ઓફિસની સાથે હાથ મિલાવ્યા

અમદાવાદ, સુરત, વડોદરામાં પ્રોત્સાહન અપાશેઃ ઇવીએમ, વીવીપેટ સહિતની જાણકારીની સાથે સાથે સસ્તા દરે સુરક્ષિત પરિવહનની સેવા પૂરી પાડવાની પણ ખાતરી

અમદાવાદ, તા.૧૧, વિશ્વની સૌથી મોટી ઓન ડિમાન્ડ રાઇડ શેરીંગ કંપની ઉબેરએ ગુજરાતની ચીફ ઇલેકટોરલ ઓફિસ સાથે મતદારોમાં જાગૃતિ લાવવાના કાર્યમાં મદદરૃપ બનવા માટે ભાગીદારી કરી છે. એસવીઇઇપી ખાતા સાથેના જોડાણથી અમદાવાદ, સુરત અને વડોદરામાં ચૂંટણીના દિવસે સંબંધિત મતદારોને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ સહિયારા પ્રયાસ અંગે ઉબેર ઇન્ડિયા, ગુજરાતના જનરલ મેનેજર શની સાપરાએ જણાવ્યું હતું કે, ઉબેર અમે જે શહેરોમાં સેવા આપીએ છીએ તે માણે છે અને સહિયારા પ્રયાસો મારફતે શહેરીજનોના સારા ભવિષ્ય માટે તેમને મત આપવા પ્રોત્સાહિત કરીને તેમને અમારા સમુદાય સાથે સાંકળવાનો આ નવતર પ્રયાસ છે. અમે અમારા પ્લેટફોર્મ દ્વારા લાખો રાઇડર્સ અને હજારો ડ્રાઇવર પાર્ટનર્સ સાથે જોડાયા છીએ કે જેઓ મતદાનને યોગ્ય છે અને તેઓને મતદાન અને તેની મહત્વતા વિશે જાગૃત કરવા આ પ્રયાસ કરી રહ્યા છીએ.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીંગ સ્ટેશનોમાં વીવીપેટ સાથે જોડાયેલ ઇવીએમની હાજરી અને નોટાના વિકલ્પો અંગે મતદારોને જાગૃત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઇનએપ નોટિફિકેશનથી બ્લોગ સુધી કોમ્યુનિકેશન ચેનલોની સીરીઝમાં ઇલેકટોરલ પ્રક્રિયામાં સહભાગી કરવા માટે આ શહેરોમાં હજારો ઉબેર રાઇડરો અને ડ્રાઇવર ભાગીદારોને અરજી કરવામાં આવી છે. અસવીઇઇપીના મતદાન માર્ગદર્શન દ્વારા મતદાર રજિસ્ટ્રેશન માહિતી ઇમેલ અને નોટિફિકેશનો દ્વારા રાઇડરો માટે અને ડ્રાઇવર ભાગીદારો માટે સહાય કેન્દ્રો પર ઉપલબ્ધ છે. રાઇડર્સ અને ડ્રાઇવર પાર્ટનર્સને મતદાન રજિસ્ટ્રેશન કરાવવા, મતદાન માટે કયાં જવાનું છે, તે સહિતની જાણકારી સિવાય ઉબેરના વિશ્વાસપાત્ર, સસ્તી અને સુરક્ષિત પરિવહન સેવા મતદારોને માત્ર એક બટન દબાવવાથી જ મતદાન કેન્દ્રો સુધી પહોંચી જશે. પુલ રાઇડર્સ માટે લોકપ્રિય તેમ જ રાહતયુકત ભાડુ પાંચ કિલોમીટર સુધીમાં માત્ર રૃ.૨૯ માં પ્રાપ્ય બનશે.

(11:05 pm IST)