Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મોદીની આજે ઓબીસી મોરચા સાથે ચર્ચા કરશે

ઓડિયોબ્રિજના માધ્યમથી સીધો સંવાદઃ

 અમદાવાદ,તા.૧૧, ગુજરાત ભાજપ મિડિયા ઇન્ચાર્જ હર્ષદ પટેલે આજે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે ૯.૩૦ વાગે ભાજપના ઓબીસી મોરચાના તમામ જિલ્લા, મંડળ શક્તિકેન્દ્ર સ્તરના પ્રભારી અને કાર્યકરો સાથે વાતચીત કરશે. આ ઉપરાંત ઓબીસી સમાજના સાંસદો, ધારાસભ્યો સાથે ઓડિયોબ્રિજના માધ્યમથી સીધો સંવાદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, મોદીના જુદા જુદા માધ્યમ દ્વારા સંવાદના કાર્યક્રમ ચાલી રહ્યા છે. મોદી નિયમિતરીતે વાતચીત કરતા રહે છે.

(11:02 pm IST)