Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

દરેક બૂથમાંથી કોંગ્રેસને નાબૂદ કરવાનો મોદીએ અનુરોધ કર્યો

ઉત્તર ગુજરાત લીલુછમ કરવાનું કામ ભાજપે કર્યું હોવાનો દાવોઃ કોંગ્રેસની જુની માનસિકતાનો કરેલો ઉલ્લેખ : તાતા, બિરલા કે અદાણી માટે કૃષિ મેળાઓ, શિક્ષણના કાર્યક્રમો થયા નથી : પ્રજા જુઠ્ઠાણાનો જવાબ આપશે

અમદાવાદ, તા.૧૧, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કામાં પણ ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો અને છેલ્લા તબક્કામાં મતદારોને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો કર્યા હતા. મોદીએ આજે પાટણમાં દાવો કરતા કહ્યું હતું કે, કમળ પ્રત્યેક નાગરિકના દિલમાં વસેલુ છે. ગુજરાતમાં કોંગ્રેસી નેતાઓએ એટલું બધુ કિચડ પાધર્યું છે કે, આ વખતે ખુબ જ મજબૂતીથી કમળ ખિલવાનું છે. મોદીએ જુદા જુદા મુદ્દા પર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના મહારાથીઓ રાહુલને બદનામી ન મળે તે માટે હારનું ઠીકરુ ઇવીએમ મશીન પર ફોડતા હોય છે. ઇવીએમ મશીનની ફરિયાદો કરી રહ્યા છે. કોંગ્રેસને ખ્યાલ આવી ગયો છે કે તેઓ હવે બ્લુટુથમાં નહીં બલ્કે બ્યુવ્હેલમાં ફસાણા છે. ખેડૂતોના લોન પર વ્યાજ માફ કરીને દર વર્ષે અમે તેમની સાથે રહ્યા છીએ. મોદીએ આજે દિવસ દરમિયાન આક્રમક પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ નહેરુ-ગાંધી પરિવાર, તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ, ગુજરાત સરકારની કામગીરી, શિક્ષણ, ખેડૂતોને લગતા કાર્યક્રમ, શાળામાં ગુણોત્સવ કાર્યક્રમની વાત કરી હતી. યુરિયાની વાત કરી હતી અને કહ્યું હતું કે, હવે પુરતા પ્રમાણમાં યુરિયા લોકોને મળે છે. મોટી સંખ્યામાં લોકોને મતદાન કરી દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવા મોદીએ અપીલ કરી હતી. ભાજપને ૧૫૦થી વધુ બેઠકોની ફરી વાત કરી હતી. રાજયમાં આવતીકાલ સાંજથી ચૂંટણી પ્રચાર પડધમ શાંત થઈ જવાના  છે એ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ ખાતે એક જંગી જાહેરસભાને સંબોધતા કહ્યુ કે,કોંગ્રેસ બ્લુવહેલમા ફસાઈ છે અને ૧૮ તારીખે એનો છેલ્લો એપીસોડ છે.જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાટણની રાણકીવાવ સહિતના સ્થાપ્તયોના વખાણ કરતા કહ્યુ કે,તમે મારામા જે વિશ્વાસ મુકયો છે હુ અને એળે જવા નહી દઉ.મારા જીવનનો એક એક કણ અને એક એક ક્ષણ આ દેશના ૧૨૫ કરોડ લોકો માટે છે.પોરબંદરમા અર્જુન મોઢવાડીયા દ્વારા બ્લુટ્રુથને યાદ કરતા તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે,કોંગ્રેસવાળા બ્લુટ્રુથ બોલવાનુ બંધ કરે કેમકે કોંગ્રેસ બ્લુવહેલમાં ફસાઈ છે અને ૧૮ તારીખે એનો છેલ્લો એપીસોડ છે.તેમણે પુરના સમયને યાદ કરતા ઉપસ્થિત લોકોને કહ્યુ કે,તમે જયારે પુરમા ફસાયેલા હતા તે સમયે કોંગ્રેસના નેતાઓ સ્વીમીંગપુલમા ધુબાકા મારતા હતા.આમ કહી તેમણે લોકોને કહ્યુ કે,જે લોકોએ તમને પુરના સમયમા મદદ કરી હોય એમને આ વખતે તમે જેટલી મદદ કરો એટલી ઓછી છે.ભાજપનો કાર્યકર્તા એ સમાજના સુખે સુખી અને સમાજના દુખે દુખી હોઈ કમળ ખીલેલુ રહે એ જરૃરી છે.સાથે જ તેમણે કોંગ્રેસ ઉપર આરોપ લગાવતા કહ્યુ કે,કોંગ્રેસના લોકો એક જ વખતમા બધુ કરી લે છે અમે એક વખતમા કરવાવાળા નથી.અમે અમારી સાત પેઢીઓ તરી જાય એવુ કામ કરી રહ્યા છીએ.તેમણે કહ્યુ કે,બનાસકાંઠામા હાલમા જ શ્વેતક્રાંતિ અને મધુ ક્રાંતિ પ્રોજેકટ અમલમા મુકવામા આવ્યા છે.બેટી બચાવ બેટી પઢાવ પ્રોજેકટ ઉપર બોલતા તેમણે કહ્યુ કે,આ પ્રોજેકટ માટે મે ગુજરાતના ગામડે ગામડે જઈને ભીખ માંગી હતી.ભીક્ષામા તમારી દિકરીને ભણાવો એવી ભીખ માંગતો હતો.તેમણે રાહુલ ઉપર નિશાન તાકતા કહ્યુ કે,કોંગ્રેસના યુવરાજે ગરીબી જોઈ નથી પગમા ચંપલ પહેર્યા વગર નીકળો તો ખબર પડે કે કાંકરો શું ચીજ છે.અશોક ગહેલોત ઉપર તેમણે નિશાન સાધતા કહ્યુ કે,એક સમયે  સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કરવાવાળા આજે ગુજરાતમા કોંગ્રેસને ચૂંટણી જીતાડવા મેદાનમા ઉતર્યા છે.વડાપ્રધાને આજની આ સભામા લોકોને કહ્યુ કે,તમે કમળને ખીલેલુ રાખજો તમારી દરેક સમસ્યાનુ સમાધાન મળી આવશે. દરમિયાન ગુરૃવારે વિધાનસભાના બીજા તબકકાની ચૂંટણીના મતદાન અગાઉ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડા જિલ્લાના નડીયાદ પહોંચ્યા હતા જ્યાં તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યુ કે,લોકોને પ્રાથમિક સુવિધા આપવી એ જ અમારો મુખ્ય લક્ષ્યાંક છે  તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે,પેલા હાવર્ડવાળા છે અને અમે હાર્ડવર્કવાળા છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાના સંબોધન પહેલા કહ્યુ કે,નડીયાદે મને અપારપ્રેમ આપ્યો છે.રાજયના વિકાસ અંગે તેમણે કહ્યુ કે,ગુજરાતના વિકાસે આજે નવી ઉંચાઈ મેળવી છે.ગુજરાત વિકાસ રેલીને તેમણે સંબોધતા કહ્યુ કે,આ વિકાસયાત્રા પુરી તાકાતથી આગળ વધારાશે તેમણે નડીયાદ એ સરદાર પટેલ,ભાથીજી મહારાજ ઈન્દુચાચા ગોવર્ધનરામ ત્રિપાઠી સંતરામ મહારાજની પવિત્રભૂમિ હોવાનુ કહી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણીમેદાનમા ઉતરી છે અને સમસ્ય અને મુસીબતોનુ સમાધાન વિકાસ સિવાય શકય નથી.પરંતુ દેશે એક એવી પાર્ટી જોઈ છે જેને વિકાસ સામે જ વાંધો હોય.કોંગ્રેસને સરદાર પટેલલ,મોરારજી દેસાઈ,મોદી સામે દરેક ગુજરાતી સામે,ગુજરાતી સામે વાંધો હોઈ શકેપરંતુ વિકાસ સામે કેમ વાંધો પડ્યો તે સમજ પડતી નથી.૬૦ વર્ષ શાસન કરી દેશની તિજોરી તળીયાઝાટક કરી  કોંગ્રેસ ગઈ છે તેણે રાજકારણ કરવા સિવાય કશુ કર્યુ નથી.મને ગુજરાતના ૧૩-૧૪ વર્ષના અને દેશના સાડાત્રણ વર્ષના શાસનમા એકપણ દિવસ આરામ કરવાની ઈચ્છા થઈ નથી.૧૨૫ કરોડ દેશવાસીઓના કલ્યાણ માટે હુ આગળ વધી રહ્યો છુ.આ કોંગ્રેસવાળાને સાચી વાત કરીએ તો ડંખ વાગે છે અંદરથી  સળગી ઉઠે છે.કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે,તેઓ કહે છે કે,મોદી માત્ર પાંચ ઉધ્યોગપતિઓ માટે કામ કરે છે પરંતુ તેમને ખબર નથી ગુજરાતમાં ૨૪ કલાક વીજળી અને પાણી પહોંચાડવાનુ કામ મોદીએ કર્યુ છે. આરોગ્યની સેવાઓ પણ પહોંચાડવામા આવી છે.૩.૫ કરોડ પરિવારોને ગેસના બાટલા પહોચાડ્યા છે.૧૮ કરોડ ગરીબોને વીમાના કવચથી સુરક્ષિત કરવા ઉપરાંત ૩૦ કરોડ ગરીબોના બેંક ખાતા ખોલાવાનુ કામ મોદીએ કર્યુ છે.વચેટીયા અને ભ્રષ્ટાચારીઓને દુર કરી દેશના ૫૮,૦૦૦ કરોડ બચાવવાનુ કામ હોય કે અમરનાથ યાત્રીઓ ઉપર હુમલો કરનારા આંતકવાદીઓને નેસ્તનાબૂદ કરવાનુ કામ મોદીએ કર્યુ છે.

(10:58 pm IST)