Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સીનેમેટોગ્રાફી ક્ષેત્રે અમદાવાદના મૃણાલ દેસાઇએ હાંસલ કરેલ અવિરત સિધ્ધીઓ : અનેક એવોર્ડ

રાજકોટ તા. ૧૧ : ફિલ્મ ક્ષેત્રે સિનેમેટ્રોગ્રાફર તરીકે અનેક એવોર્ડસની હારમાળા સર્જી રાજકોટના મૃણાલ દેસાઇએ ડંકો વગાડી દીધો છે.

ઇજિપ્ત, યુએઇ, કુવૈતના ઓઇલ ફિલ્માં કામ કરનાર મૃણાલ ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ખાતે મોશન પિકચર ફોટોગ્રાફીના અભ્યાસ તરફ વળ્યો અને ફીચર ફિલ્મ, ડોકયુમેંટરી ક્ષેત્રે કસબ અજમાવવાનું શરૂ કરેલ.

તેની ફિચર ફિલ્મ 'કોર્ટ' ને ર૦૧૫ માં નેશનલ એવોર્ડસમાં શ્રેષ્ટ ફિલ્મ માટ, ૨૦૧૪ ના વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ અને ગોલ્ડન લોટસમાં ર લાયન્સ સહીત આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૯ પુરસ્કારો  મેળવ્યા હતા.

ર૦૦૯ ની મલ્ટી ઓસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલિયોનરમાં બીજા યુનિટના સીનેમેટોગ્રાફર તરીકે તેઓએ કામ કરેલ. પ્રાઇમ ટાઇમ એમી નોમિનેટેડ ટ્રિબકા અને ૨૦૧૨ ની હોટડોકસ વિનર ફિલમ 'ધ વર્લ્ડ બીફોર હર' ઉપરાંત ૨૦૧૦ ની બાફટા વિનર અને એમી નામાંકિત 'ટેરર એટ ધ મોલ', 'ધ ગ્રાઉન્ડ ઝીરો મોસ્ક' અને 'ચીલ્ડ્રન ઓફ સુનામી' જેવી ફિલ્મોના સીનેમેટોગ્રાફરનું કામ સંભાળેલ.  અનેક ડોકયુમેન્ટરી ફિલ્મો પણ કરી છે. અમદાવાદના આ ગુજજુ છોકરાએ સીનેમેટોગ્રાફીની દુનિયામાં આપેલ યોગદાન બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:26 pm IST)