Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પ્રજાના દુ:ખે દુ:ખી પ્રજાના સુખે સુખી સુખ દુ:ખના બનાસકાંઠા જિલ્લા સાથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આજે ગયા હતા જેમાં તેઓ થરાદ, લાખણી, ખાતે જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં પૂર આવ્યું તે વખતે પાંચ દિવસ આખી સરકાર સાથે બનાસકાંઠામાં જાતે રોકાઇને જિલ્લાના જનજીવનને પુનઃ ઘબકતુ કરવામાં આવ્યું હતું પ્રજાના દુઃખે દુઃખી, પ્રજાના સુખે સુખી, સુખ દુઃખના સાથી જનતા વચ્ચે રહીને એક કોમન મેનની જેમજ મુખ્યમંત્રીશ્રીએ અહીં દિવસો વિતાવ્યા અને સહભાગી બન્યા હતા, આવા સમયે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં જલસા કરતા હતા એ પ્રજા બધું જાણે છે. ચૂંટણીઓ આવે ને જાય પ્રજા વચ્ચે રહીને દુઃખ દર્દમાં સહભાગી થાય તેજ સાચા જન સેવકો છે.

 

        આ રાજય સરકાર ગરીબો શોષિતો પીડીતો, મધ્યવર્ગની સરકાર છે ‘‘સૌનો સાથ સૌના વિકાસ મંત્ર’’લઇને ચાલે છે. અને માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિ અને વિકાસ કરી રહયો છે. આપણી આ સરકાર સંવેદનશીલ, પ્રગતિશીલ, નિર્ણાય અને પારદર્શકતા  સિધ્ધાંતો પર કામ કરી રહી છે મકકમતાથી ગુજરાતને હર હંમેશા આગળ ધપાવ્યુ છે. માન સન્માન મળે તેવું કામ આપણે કરતા રહયા છીએ. આ વખતે પણ જનતા ફરી ભાજપની સરકારને સમર્થન કરી જંગી બહુમતીથી જીતાડશે અને ચારે બાજુ કમળ ખિલવશે તેવો મને વિશ્વાસ છે, ગુજરાતમાં વિજયનો વિશ્વાસ હું સ્પષ્ટ પણે જોઇ રહયો છું. અને દેશમાં ફરી ગુજરાતનું નામ ગુંજતુ થશે તેવી મને આશા છે. સાથે સમગ્ર રાજયમાં ઠેર-ઠેર આવકાર અને સન્માનથી સૌ મતદારો, જનતાનો આભાર વ્યકત કર્યો હતો અને બીજા તબકકાના મતદાન વેળાએ ક્ષેત્રિય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યુ હતું.

 

        આ પ્રસંગે ભાજપના કાર્યકરો અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. 

(5:41 pm IST)