Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદ-વડોદરા હાઇવે પર પુરપાટ ઝડપે જતું ટ્રક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા ડ્રાઈવરનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સામરખા ગામની સીમમાં આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જતું એક ટેલર આગળ ઉભેલી ટ્રકની પાછળ અથડાતાં ડ્રાયવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામલાલ રત્નારામ બિશ્નોઈ (ઉ. વ. ૪૦)ક્લીનર પપ્પુરામ સાથે પોતાની ટ્રક આરજે-૧૯, જીબી-૫૨૮૯ની લઈને આજે સવારના સુમારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે સાડા પાંચેક વાગ્યાના સુમારે તેણે ટ્રકને સામરખા ગામની સીમમાં ઉભી રાખી હતી અને ટાયરો ચેક કરતો હતો ત્યારે પાછળથી એક ટેલર નંબર આરજે-૦૧, જીએ-૬૧૮૧ની આવી ચઢ્યું હતુ અને ટ્રકની પાછળ અથડાતમાં ડ્રાયવર રામલાલને માથામાં તથા શરીરના ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનારની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલમાં મોકલી આપી હતી.
 

(2:25 pm IST)