Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

આણંદ નજીક નાવલીમાં મકાન રીપેરીંગ બાબતે બે ભાઈઓ બાખડ્યા: કુહાડીના ઘા જીકી હુમલો કરાતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા નાવલી ગામે સહીયારા મકાનમાં રીપેરીંગ બાબતે નાનાભાઈએ મોટાભાઈને કાંા ઉપર કુહાડીની મુદર મારીને ઈજાઓ પહોચાડતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
ફરિયાદી બાબુભાઈ પુનમભાઈ સોલંકીનું નાવલી ગામે બાપ દાદાનું સહિયારું મકાન આવેલું છે જેમાં આજે સવારના સુમારે નાનો ભાઈ હરમાનભાઈ રેપેરીંગ કરાવતો હોય ઘરે આવેલા બાબુભાઈએ તેને ના પાડી હતી જે બાબતે બન્ને વચ્ચે તકરાર થતાં હરમાનભાઈ ઘરમાંથી કુહાડી લઈ આવ્યો હતો અને મુદર કાંડા ઉપર મારી દીધી હતી. હરમાનભાઈનં ઉપરાણું લઈને તેમના પત્ની શારદાબેન પણ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(2:25 pm IST)