Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

આણંદ એસઓજીએ બોરસદના ભોભા ફળિયામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને 18 હજારના મુદામાલ સાથે રંગે હાથે ઝડપ્યા

આણંદ:એસઓજી પોલીસે આજે પાડેલા દરોડામાં બોરસદ શહેરના ભોભા ફળિયામાં વરલી મટકાનો જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે મુખ્ય સુત્રધાર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, ભોભા ફળિયામાં રહેતો ઈમરાનભાઈ ઈસુબભાઈ પઠાણ વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં ઈમરાન પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો જયારે રાકેશભાઈ મનોજભાઈ પટેલ, લીયાકતઅલી અબ્દુલભાઈ સૈયદ તથા હિતેશભાઈ પ્રવિણભાઈ મકવાણા ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓની પાસેથી રોકડા ૧૩ હજાર તથા ત્રણ મોબાઈલ મળીને કુલ ૧૮૦૦૦નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
 

(2:25 pm IST)