Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વડાલી તાલુકાના રવિકમ્પા ગામે સત્તર વર્ષીય સગીરા પર બળાત્કાર

સાબરકાંઠા:જિલ્લાના વડાલી તાલુકાના રવિકમ્પા ગામે રહેતી સત્તર વર્ષીય સગીરાને તેના ગામ ઉતારી જવાનું કહીને 'છોટા હાથી' નામના ચાલકે તેને હોટલના રૃમમાં લઈ જઈને દુષ્કૃત્ય આચર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ ગઈકાલે વડાલી પોલીસ મથકમાં નોંધાઈ છે. વડાલી પોલીસ મથક દ્વારા આ બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર કહેવાતા અપહરણ તથા દુષ્કૃત્ય (બળાત્કાર)નો આ ગુનો આજથી સાતેક દિવસ પહેલા બ્યો હતો.

જો કે ત્યારે સમાજના આગેવાનો વગેરેએ મધ્યસ્થી કરીને પોલીસ ફરિયાદ કરવાથી પરિવારની આબરૃને કલંક લાગશે તેવી સમજાવટ કરતાં સગીરાના પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને તેની ભાળ નહીં મળતાં આખરે ગઈકાલે સત્તર વર્ષિય સગીરાએ તેના પરિવાર સાથે વડાલી પોલીસ મથકમાં હાજર થઈને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રસ્તામાં એક હોટલ નજીક આરોપીએ તેનું વાહન થોભાવ્યું હતું. આ પછી ઠંડુ પીવાની લાલચ આપીને તે સગીરાને હોટલના એક રૃમમાં લઈ ગયો હતો. જ્યાં  કેફી પદાર્થ મિશ્રિત ઠંડુ પાણી સગીરાને પીવડાવીને તેને અર્ધ બેભાન જેવી બનાવી દીધી હતી. ત્યારબાદ આરોપીએ સગીરા સાથે  બળજબરીપૂર્વક દુષ્કૃત્ય આચર્યું હતું અને આ ઘટનાની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હોટલની બહાર નીકળીને સગીરાને રસ્તે એકલી-અટૂલી મૂકીને આરોપી તેનું વાહન હંકારીને ફરાર થઈ ગયો હતો.

(2:20 pm IST)