Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદના વટવા વિસ્તારમાં શંકાસ્પદ કોથળામાં લાશ મળી આવતા તપાસનો ધમધમાટ

અમદાવાદ:શહેરના વટવા વિસ્તારમાં આવેલા વેટીકન ચોકી નજીક શક્તિ ડેવલોપર્સની ઓફિસ પાછળ ઝાડીઓમાં કોથળામાં શંકાસ્પદ વસ્તુનો મેસેજ આધારે પોલીસે તપાસ કરતા કોથળામાંથી લાશ નિકળી હતી. લોહી લુહાણ હાલતમાં મળેલી લાશ કોહવાઇ ગઇ હતી.

તિક્ષ્ણ હથિયારના ઘા ગળા અને માથામાં મારી કોઇએ હત્યા કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવતા આ અંગે હત્યાનો ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમે પણ લાશની તપાસ કરી હતી. પાંચ- છ દિવસ પહેલા હત્યા કરાઇ લાશ ફેંકી દેવાઇ હોવાનુ પોલીસ માની રહી છે.

વટવા વેટીકન ચોકી નજીક શક્તિ ડેવલોપર્સની ઓફિસ પાછળ ઝાડીઓમાં એક કોથળામાં લાશ મળતા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અજાણ્યા પુરુષની લાશ હોવાથી પોલીસે તે કોની લાશ છે અને તેના પરિવારજનો કોણ છે તેની તપાસ હાથ ધરી છે. લાશ ભરેલો પ્લાસ્ટીકનો કોથળો કબ્જે કરી તપાસ હાથ ધરાઇ છે.

(2:20 pm IST)