Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે

હાર્દિક પટેલની મહેસાણાના લણવા ગામમાં સટાસટીઃ 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષથી મને મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેતા પરંતુ આજે મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલા લણવા ગામે ખાતે મહાક્રાંતિ સભામાં પધારેલા એક લાખથી વધુ લોકોએ બાકી રહેલું કામ પુરૂ કરવાના શપથ લીધા હતા. સૌરાષ્ટ્ર અને સુરતના લોકોએ પોતાનું કામ પુરૂ નાખ્યું છે. હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે. જનતાનો પાવર દેખાશે. સૌરાષ્ટ્રના યુવાનો ઉત્તર ગુજરાતના ગામડાઓ સાચવી લે. ખોટું થાય નહિ એનું ધ્યાન રાખે. લાગી પડો મહાપરિવર્તન કરવા, આપણા ભવિષ્યનો સવાલ છે. ખેડૂત, યુવા, વેપારી, મહિલાઓ અને તમામ સમાજ જે એક વાર જનતાનો પાવર બતાવો આપણી તાકાત બતાવો તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતું.

 

(3:39 pm IST)