Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સુરતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ:343 લોકો સામે કાર્યવાહી કરાઈ

ઝોન 4 પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ:પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન ૪ પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.    પોલીસના કોમ્બિંગ દરમ્યાન 343 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

 આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

  સુરત પોલીસના ઝોન 4માં આવતા પોલીસ મથકોના વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવીને સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ઝોન 4 અંતર્ગત આવતા ખટોદરા તથા પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આઝાદ નગર, રસુલાબાદ, બમરોલી , તથા ખાડી વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું

  સુરત પોલીસની જુદાજુદા ઝોનની ટીમ તેમના પોલીસના વિસ્તારોમાં સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગની કામગીરી કરી રહી છે.અગાઉ ઝોન 5 ની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને હવે ઝોન 4ની પોલીસની ટીમ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી છે. ઝોન ફોરમાં એ.સી.પી ખટોદરા અને પાંડેસરાના પી.એસ.આઇ અને અન્ય પોલીસકર્મીઓ મળી કુલ 100 થી વધુ પોલીસ કર્મચારીઓ સરપ્રાઈઝ ચેકિંગમાં જોડાયા હતા.જેમાં 100 થી વધુ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. .

(11:12 pm IST)