Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કુતિયાણા બેઠકને લઈ કોંગ્રેસ-NCPનું કોકડું ગૂંચવાયું : એનસીપીમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

કાંધલ જાડેજાએ હજારો સમર્થકો સાથે કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદ : એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોરબંદર જિલ્લાની  કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. NCPના ઉમેદવાર તરીકે કાંધલ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ-NCPના ગઠબંધન વચ્ચે  કોંગ્રેસના વિરોધ છતા  NCPમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. હજારો સમર્થકો સાથે કાંધલ જાડેજાએ ફોર્મ ભર્યું છે. ત્યારે કુતિયાણા બેઠકને લઈ કોંગ્રેસ-NCPનું કોકડું ગૂંચવાયું છે 

(11:02 pm IST)