Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

લાઠી વિધાનસભાના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે લાઠીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જંગી જાહેર સભા ને સંબોધી ભાજપમાં પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર,જીતુભાઇ વાળા,આંબાભાઈ કાકડીયા,જસમતભાઈ ચોવટિયા,બાવાલાલ હિરપરા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભ કરી કુળદેવીના આશિર્વાદ મેળવી લાઠી પ્રાંત કચેરીમાંમાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું

રાજકોટ તા.૧૧ :લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે લાઠી ખાતે મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભ કરી કુળદેવીના આશિર્વાદ મેળવી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું

  ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે લાઠી ખાતે મધ્યસ્થ કાર્યાલયમાં લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં

ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં બીજીવાર સેવા કરવાની તક આપેલ છે તે બદલ પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર વ્યક્ત કરી ભાજપ સરકાર આકાર પ્રહાર કર્યા હતા

લાઠી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ રોડ રસ્તાઓ તેમજ પાણી સહિતના અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનું જણાવી લોક પ્રશ્નો ઉકેલવામાં સતત કાર્યશીલ હોવાનું જણાવી આગામી પાંચ વરસ લાઠી વિધાનસભાનો સમૃદ્ધ વિકાસ કરવાની ખાત્રી આપી હતી

  રાજ્યમાં ગુજરાત મેં બનાવ્યું છે તે મુદા પર ભાજપની આકરી ઝાટકણી કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભગવાન કૃષ્ણના સમયથી સમૃદ્ધ છે અને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ ગુજરાત બનાવ્યું છે પણ ભાજપના સાશનમાં બેરોજગારી,મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય અને દેશની જનતા પીસાઈ રહી છે આગામી દિવસોમાંમાં રાજ્યમાં કોંગ્રેસ ૧૨૫ સીટો સાથે સરકાર બનાવી રહી છે અને જિલ્લાની પાંચે પાંચ સીટ કોંગ્રેસ જંગી લીડ થી જીતી રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 

આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુ શંભુભાઈ દેસાઈ ઠાકરશીભાઈ મેતલીયા રાજસ્થાન મંત્રી સુખરામ બિસ્નોઈ જીતુભાઇ વાળા,જસમતભાઈ ચોવટિયા,આંબાભાઈ કાકડીયા,બાવાલાલ હિરપરા,ખીમજીભાઈ મારૂ, સુરેશભાઈ ગોયાણી મુન્નાભાઈ જુઠાણી સચિન બોખા લખમતી અગ્રણી સબીર ઇમ્તિયાઝ ઇમરાન નગરપાલિકા સભ્ય જીતુ નારોલા દિનેશભાઈ સેજુ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા ભુપેન્દ્ર સેજુ દિનેશ મકવાણા નનુભાઈ લાડોલા મનજીભાઈ વિરાણી રાજુભાઈ ગોહિલ મહેબૂબભાઈ ગોહિલ મેપાભાઇ ભરવાડ હરિભાઈ ભરવાડ રામભાઈ ભરવાડ આવતા સરપંચ હમીરભાઇ ડાંગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ રવજીભાઈ ડાંગર શારદુલ ભાઈ ડેર કુલદીપભાઈ બસિયા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ બીપીન વસાણી દલિત સેલ પ્રેમજીભાઈ એડવોકેટ પ્રેમજીભાઈ મેવાડા કિસાન સેલ ચંદુભાઈ વાડડોરિયા યુવક કોંગ્રેસ વિજય  જાપડિયા સહિત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:43 pm IST)