Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પંચમહાલના શહેરા ભાજપમાં ભડકો: ટિકિટ નહિ મળતા ખાતુભાઇ પગી 300 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીએ શહેર બેઠક પર જેઠાભાઇ ભરવાડને ભાજપે ટિકિટ આપતા ખાતુભાઇ પગી નારાજ

અમદાવાદ :પંચમહાલના શહેરાના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ખાતુભાઇ પગી કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખાતુભાઇ પગીને ટિકિટ આપવાની માંગ કરી હતી. જોકે, ભાજપે શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડને ભાજપે ટિકિટ આપતા ખાતુભાઇ પગી નારાજ થયા છે. કોંગ્રેસમાંથી શહેરાના ઉમેદવાર તરીકે ખાતુભાઇ પગી નક્કી છે.

જગદીશ ઠાકોરે શહેરાના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ખાતુભાઇ પગીએ પોતાના સમર્થક સાથે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કમલમમાં મળી હતી ત્યારે રજૂઆત કરી હતી. જોકે, ભાજપે જેઠાભાઇ ભરવાડને ટિકિટ આપતા ખાતુભાઇ પગી નારાજ થયા હતા.

ખાતુભાઇ પગી કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના 300થી વધારે કાર્યકર્તાઓ સાથે પહોચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા. ખાતુભાઇ પગી કોંગ્રેસની ટિકિટ પર ભાજપના જ જેઠાભાઇ ભરવાડ સામે ચૂંટણી લડી શકે છે.

 

ગુજરાત રાજ્યના વિભાજન સાથે જ અસ્તિત્વમાં આવેલી આ બેઠકનો મિજાજ અનોખો રહ્યો છે. 1962થી 1995 સુધી લગાતાર કોંગ્રેસને સમર્પિત રહેલી આ બેઠક 1998થી 2017 સુધી ભાજપના જેઠાભાઈ ભરવાડ (આહિર)નું ચુસ્ત, મક્કમ સમર્થન કરતી રહી છે. લોકસભા બેઠક ગોધરા અંતર્ગત આવતી આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિવાદ આધારિત મતદાન થવાને બદલે મોટાભાગે મજબૂત ઉમેદવારની તરફેણમાં સાગમટે મતદાન કરવાનો ટ્રેન્ડ રહ્યો છે.

અહીં છેલ્લાં અઢી દાયકાથી ચૂંટણી એટલે જેઠાભાઈ અને જેઠાભાઈ એટલે જીતની ગેરંટી એવું નિશ્ચિત મનાતું રહ્યું છે. સમાજવાદી પાર્ટીના ચિહ્ન પરથી પહેલી ચૂંટણી લડ્યા પછી ભાજપમાં જોડાઈ ગયેલાં જેઠાભાઈ તેમની દબંગ છબી માટે જાણીતા છે. ઉંમર, એકધારી બિનહરિફ ઉમેદવારી, એકથી વધુ હોદ્દા એવાં ભાજપના એકેય માપદંડ જેઠાભાઈને લાગુ પડતાં નથી. પંચમહાલ ડેરી અને સહકારી બેન્કનું અધ્યક્ષ પદ સંભાળતાં જેઠાભાઈને આ વખતે ક્યા માપદંડથી ટીકિટથી વંચિત રાખવા એ ભાજપ માટે આંતરિક પડકાર હશે.

(8:27 pm IST)