Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અમદાવાદ:વેપારીને લોન અપાવવાના બહાને ઠગે 11 લાખ અગાઇથી લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: આઈટીને લગતું કામ કરતા વેપારીને લોન અપાવવાના બહાને આરોપીએ એડવાન્સ રકમ લઈ રૂ.૧૧ લાખની છેતરપિંડી કર્યાની ઘટના બની છે. એલિસબ્રિજ પોલીસે બુધવારે ગુનો દાખલ કરી વડોદરાના શખ્સની ધરપકડ કરી છે. 

આંબાવાડી શૈલી ટાવર્સમાં ઓફીસ ધરાવતા લલીતભાઈ મુરલીભાઈ ભાટીયાએ વડોદરા ઓ.પી.રોડ પર સિગનેટ હબ કોમ્પ્લેકસમાં ઓફીસ ધરાવતા કૃણાલ નરેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ આરોપી સાથે ફરિયાદીને મિત્ર થકી પરિચય થયો હતો. આરોપી કૃણાલે ધંધા માટે મોટી લોન કરાવવાની વાત કરી ફરિયાદી પાસેશી એડવાન્સ પેટે રૂ.૧૧,૬૮,૩૧૪ની રકમ લીધી હતી. જો કે, ફરિયાદીની લોન પાસ થતી ન હતી. બીજી તરફ આરોપી સતત ગોળ ગોળ જવાબ આપી ફરિયાદીને વાયદા કર્યે રાખતો હતો. બનાવને પગલે ફરિયાદીએ પોતાની સાથે ઠગાઈ થયાનું લાગતા પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસે ગુનો દાખલ કરી કૃણાલ પટેલની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ અગાઉ કોઈ ઠગાઈના કે અન્ય ગુના દાખલ થયા છે કે નહી તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. 

(6:33 pm IST)