Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વડોદરા:ગોરવા-પંચવટી જકાતનાકા નજીક શેર ટ્રેડિંગનો વેપાર કરતા યુવકના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.58 લાખનો હાથ ફેરો કર્યો

વડોદરા: ગોરવા- પંચવટી જકાતનાકા પાસે ની નવજ્યોત સોસાયટીમાં રહેતા શેર ટ્રેડિંગ નો વેપાર ધંધો કરતા યુવક પરિવારજનો સાથે કચ્છ ભુજ ખાતે ફરવા ગયા હતા ત્યારે બંધ બે માળના બંગલાના તાળા ઇન્ટરલોક તોડીને ચોર ટોળી ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૧.૫૮ લાખનો હાથ ફેરો કરી ગયા હતા આ સાથે ચોરીના વિવિધ બે બનાવમાં બે પરિવારે કુલ રૂ. ૨.૫૮ લાખની માલમતા ગુમાવી હતી. 

પોલીસે જણાવેલી વિગત એવી છે કે ગોરવા પંચવટી જકાતનાકા પાસેની નવજીવન સોસાયટીમાં રહેતા અને શેર માર્કેટ ટ્રેડિંગનું કામકાજ કરતા ભરત હિંમતભાઈ વાઢેર તેમના બે માળના બંગલાને  ઇન્ટર લોક બંધ કરીને જાળી એ તાળું મારીને પરિવારજનો સાથે કચ્છ ભુજ ખાતે ફરવા  ચાર દિવસ અગાઉ ગયા હતા.

દરમિયાન બે દિવસ અગાઉ પડોશી મહિલાએ મકાનના દરવાજાની જાળી ખુલ્લી હોવાની જાણ કરી હતી જેથી યુવક પરિવારજનો સાથે પરત ઘરે આવ્યો હતો તપાસ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાંથી બેડરૂમની તિજોરી ના તાળા તોડીને ચોર ટોળીએ હાથફેરો કર્યો હતો. 

ઉપરના માળે બેડરૂમની તિજોરીના તાળા તોડી સોનાની ચેન કડી વીંટી કાળા મણકા-પેન્ડલ વાળું સોનાનું મંગળસૂત્ર ચાંદીના છ જોડ છડા અને ચાંદીની લકી સહિત રોકડા રૂપિયા ૫૫૦૦૦ તથા  ભેટ -સોગાદ માં મળેલી સોના ચાંદીની વસ્તુઓ મળી કુલ રૂપિયા ૧.૫૮ લાખ ની માલમતા ચોરી ગયા ની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધાઈ હતી.

ચોરીના અન્ય બનાવવાની વિગત એવી છે કે દિવાળીપુરા ધૂપ છાવ સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા ઝાયડસ કંપનીના  પરપ્રાંતીય સેફટી ઓફિસર મકાનના દરવાજા બંધ કરીને તાળા મારી અમદાવાદ ખાતે ગયા હતા બે દિવસ બાદ પરત આવ્યા હતા.

(6:32 pm IST)