Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વડોદરામાં ઘરની બહાર વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સની ધરપકડ

વડોદરા: ઘરની બહાર વરલી મટકાના આ ફરક નો જુગાર મોબાઈલ ફોનથી રમાડનારને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વડોદરાના ફતેપુરા ચાર રસ્તા પાસે બાતમી મળી હતી કે શ્રીજી વિલા ઘરની બહાર સુરેશ ખત્રી નામનો યુવક મોબાઇલ ફોનમાં આંખ ફરક ના આંકડા લખે છે અને જુગારીયાઓને જુગાર રમાડે છે એવી બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડો પાડયો હતો જેમાં મોબાઈલ ધારક ને રંગે હાથ ઝડપી અન્ય આકાશ લહેરીપુરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. મોબાઈલ ફોન સહિત રોકડ મળી રૂપિયા ૫૪૪૦ની માલમતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:32 pm IST)