Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વડોદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર બે શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા

વડોદરા: હાલમાં રમાતી  ટી- ટ્વેન્ટી વર્લ્ડ કપની ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચ અંગે બેટ- બોલ નામની આઈડીના સહારે અન્ય સાથે ભાગીદારીથી સરદાર ભવનના ખાંચામાં લારી પાછળ સંતાઈને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અંગે બેટ બોલ આઈડીથી   જુગાર રમાડનાર સહિત બે જણાને પોલીસે અંગે હાથ રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે રૂપિયા ૮૦ હજારના મોબાઈલ સહિત ૮૦૫૦૦નો મુદ્દા માલ કબજે કરીને અન્ય ૧૩જણાની ધરપકડના ચક્રો તેમના મોબાઈલ નંબરના સહારે શરૂ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે ઓસ્ટ્રેલિયામાં હાલ ૨૦- ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ અંગે ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડનાર ને દબોચવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે ફતેપુરા માં આવતા બાતમી મળી હતી કે શહેજાદ યુસુફ કે જેણે બદનમાં બ્લુ ટીશર્ટ અને કમરે સફેદ જીન્સ પહેરેલ છે આ વ્યક્તિ સરદાર ભવનના ખાચામાં બંધ લારીની પાછળ ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમી અન્ય લોકોને બેટ બોલ નામનું આઈડી વેચાણ આપીને જુગાર રમતો હોવાની બાતમી મળી હતી. જેથી સરદારભવનના કાચા માં પોલીસે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે તાબડતોબ દરોડો પાડયો હતો. નરોડા દરમિયાન ઝડપાયેલા યુવા કે પોતાનું નામ શહેજાદ યુસુફ સાહેલીયા ઉમર 27 રહે નાગરવાડા નવી ધરતી ગોલવાડના નાકે રોહિત વાસ પાસે હોવાનું જણાવ્યું હતું પોલીસે તપાસ દરમિયાન તેની પાસેથી કાળા રંગનો મોબાઇલ ફોન ચાલુ હાલતમાં ઝડપી પાડ્યો હતો. કરતા આ મોબાઇલમાં બેટ બોલ નામની આઈડી જોવા મળી હતી આઈડી સર્ચ કરતા તેની લિમિટ ૧૪૮૨૪૪૮ની જોવા મળી હતી.

(6:31 pm IST)