Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સુરતના પલસાણામાં અકસ્માતમાં બ્રેઈન ડેડ જાહેર થયેલા આધેડના અંગોનું દાન કરી ત્રણ લોકોને આપ્યું જીવનદાન

સુરત:  પલસાણામાં માર્ગ અકસ્માતાં ઇજા થયા બાદ બ્રેઈન ડેડ જાહેર થયેલા આધેડની કિડની અને લીવરનું દાન કરીને તેમના પરિવારે સમાજને નવી દિશા બતાવીને  માનવતા મહેકાવી છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ બિહારના શિવહરમાં મહમદપુરામાં દોસ્તીયાગામના વતની અને હાલમાં પલસાણઆના વરેલીમાં શાંતિનગરમાં રહેતા ૪૪ વર્ષીય નવોદ રૃપનારાયણ ઠાકુર ગત તા.૭મીએ રાતે કદોડરાની કંપની થી ઘરે જવા નીકળ્યા ત્યારે રોડ ક્રોસ કરતી વેળા અજાણ્યા વાહને અડફટે લેતા સ્થાનિક હોસ્પિટલ બાદ નવી સિવિલમાં ખસેડાયા હતા. બુધવારે મોડીરાતે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જેથી સિવિલના ડો.નીલેશ કાછડીયાએ કાશીનાથની પત્ની રીતાદેવી સહિતના પરિવારજનોને અંગદાન અંગેનું મહત્વ સમજાવતા તેમણે નવોદ ઠાકોરની બે કિડની અને લીવરનું દાન કર્યું હતું. જે અમદાવાદ ખાતે કિડની ઇન્સ્ટિટયૂટમાં મોકલાઇ છે. નવોદને પરિવારમાં પત્ની નિભાદેવી, તેમને સંતાનમાં ૧૮ વર્ષીય પુત્ર રોનકકુમાર અને  ૧૮ વર્ષીય આશુતોષકુમાર તથા ૨૨ વર્ષીય પુત્રી પ્રતી છે. તેમનો મૃતદેહ વતન બિહારના શિવહર લઇ જવા સકારી ખર્ચે ખાનગી એમ્બ્યુલન્સ ફાળવાઇ હતી. નવી સિવિલમાં અત્યાર સુધીમાં ૭ વ્યકિતના અંગદાનથી ૨૧ વ્યકિતને નવ જીવન મળ્યું છે. જેમાં ૧૪ કિડની,  ૫ લીવર અને ૨ ચક્ષુનું દાન થયુ હતું.

(6:30 pm IST)