Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગણપતભાઇ પટેલ અને દાતાઓનું સન્‍માન

 ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક પલિયડ ગામે સોમાભાઇ પટેલ સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે તાજતેરમાં દાતાઓનું સન્‍માન કરાયુ હતુ. જેમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ અને પ્રેસીડેન્‍ટ પદ્દમશ્રી ગણપતભાઇ ઇશ્વરભાઇ પટેલનું રૂ.૭૮,૫૩,૭૮૫ ના પ્રધાન દાતા તરીકે ટ્રસ્‍ટી શંકરદાદાના હસ્‍તે શાલ, પુસ્‍તક, ચાંદીની મુર્તિ અર્પણ કરી સન્‍માન કરાયુ હતુ. સંસ્‍થાના વડા અરવિંદભાઇ પટેલે સ્‍વાગત પ્રવચન કરેલ. મણીભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરેલ. અંતમાં આભારવિધિ ગ્રામ વિકાસ મંડળના મંત્રી કનુભાઇ પટેલે કરી હતી. (તસ્‍વીર-અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

 

(4:03 pm IST)