Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદીની ભારે ચર્ચા

ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, કિશોર ચિખલીયા, પાલ આંબલીયા સહિતના નામ ચર્ચામાં

રાજકોટ, તા. ૧૧ :  કોંગ્રેસની ત્રીજી યાદીનું કાઉન્‍ટડાઉન શરૂ થયું છે.  કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોના નામો જાહેર થવાની શકયતા છે.  સૌરાષ્‍ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયો છે.  વઢવાણમાં મોહનભાઇ પટેલ, મનુભાઈ પટેલની ચર્ચા , મોરબીથી કિશોર ચીખલિયા, જયંતીભાઇ જેરાજભાઇ પટેલ ની ચર્ચા છે ર્ દ્વારકાથી કોંગ્રેસમાં ત્રણ દાવેદારો રેસમાં છે. જેમાં  મુળુભાઇ કંડોરિયા, પાલભાઇ આંબલિયા, ભીખુભાઇ વાડોદરિયાની ચર્ચા  થઇ રહી છે.
રાપરમાં સંતોકબેન અરેઠિયા અંગે હજુ અસમંજસ કોંગ્રેસે હજુ કચ્‍છની રાપર બેઠકની જાહેરાત  કરી નથી.  કોડિનારમાં મોહનભાઇ વાળા અંગે હજુ અસમંજસ કોંગ્રેસે હજુ કોડિનાર બેઠક અંગે જાહેરાત કરી નથી.
 ધારીથી ડૉ. બોરી સાગર અને જેનીબેન ઠુમ્‍મરની ચર્ચાની છે.  બોટાદથી મનહરભાઇ પટેલ, ચંદ્રવદનભાઇ પીઠાવાવાલાની ચર્ચા છે. તાલાલામાં કોંગ્રેસ કારડિયા રાજપૂત સમાજને ટિકિટની ચર્ચા છે. ભાજપે તાલાલાના ભગાભાઇ બારડને ટિકીટ આપી છે.  ગારિયાધારથી મનુભાઇ ચાવડા અથવા પાટીદારની ચર્ચા છે.  ધ્રાંગધ્રાથી નટુજીભાઇ ઠાકોર, છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્‍પુ ઠાકોરની ચર્ચા છે. રાજકોટ પヘમિ મનસુખભાઇ કાલરિયા, ગોપાલભાઇ અનડકટની ચર્ચા છે. જામનગર ગ્રામ્‍યમાં કાસમભાઇ ખફી, કલ્‍પેશભાઇ હડિયલની ચર્ચા   ચાલી રહી છે.
સૌરાષ્‍ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર ઈન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરુ રાજકોટ પૂર્વથી લડશે.  તેમ સૂત્રોએ જણાવ્‍યું  છે. રાજકોટ પૂર્વથી કોંગ્રેસમાંથી ઈન્‍દ્રનીલભાઇ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. અગાઉ પણ ઇન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરુ લડી ચૂકયા છે. પૂર્વ બેઠક પરથી ચૂંટણી ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ધારાસભ્‍ય રહી ચૂકયા છે.

 

(3:58 pm IST)