Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ધીમો પ્રચાર, રાજકીય પ્રહાર, તૂટતો પરિવાર

ગુજરાતમાં કોંગ્રેસની સામે અનેક પડકારોઙ્ગઃ બે દિવસમાં ત્રણ વિધાયક ભાવેશ કટારા, મોહનસિંહ રાઠવા અને ભગાભાઇ બારએ પક્ષ છોડયો

નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ સામે અનેક પડકારો છે. ૨૭ વર્ષથી રાજયમાં શાસન કરી રહેલા ભાજપને હરાવવા અને નેતાઓને એકજૂટ રાખવા એ એક મોટો પડકાર છે. એટલું જ નહીં ભાજપ-આપ ચૂંટણી પ્રચારમાં પણ પાછળ છે. બે દિવસમાં ત્રણ ધારાસભ્યો ભાવેશ કટારા, મોહન સિંહ રાઠવા અને ભગાભાઈ બારડ પાર્ટી છોડી ચૂકયા છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, ઉમેદવારોની જાહેરાતમાં સાવચેતી રાખવામાં આવી રહી છે, જેથી જેમને છોડવું પડે તે દૂર થઈ જાય. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી અત્યાર સુધીમાં ૨૦ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રતનભાઈ પટેલ કહે છે કે ચૂંટણીમાં સતત હલચલ જોવા મળી રહી છે. તે પરિણામને અસર કરતું નથી. પક્ષપલટો વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.
વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે તે જોઈને લાગે છે કે તે ગંભીર નથી. જયારે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ સતત પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસે  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ ૮૯ ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ચૂંટણી માટે ૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
બીજી યાદીમાં જે આગેવાનોના નામ સામેલ છે તેમાં ભુજના અરજણભાઈ ભુડિયા, જૂનાગઢના ભીખાભાઈ જોષી, સુરત પૂર્વમાંથી અસલમ સાયકલવાલા, સુરત ઉત્ત્।રમાંથી અશોકભાઈ પટેલ અને વલસાડના કમલકુમાર પટેલનો સમાવેશ થાય છે.કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજયમાં ભારતીય જનતા પાર્ટીને સત્ત્।ા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજયમાં ભાજપ બે દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી ૮ ડિસેમ્બરે થશે.

 

(12:09 pm IST)