Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

માહી ડેરી દ્વારા દૂધની ખરીદીનો કિલો ફેટનો ભાવ વધારીને રૂ.૭૭૦ કરાયો

પશુપાલકો માટે આવકારદાયક નિર્ણય : ટૂ઼ંકા ગાળામાં ચોથી વખત ભાવ વધારાયાઃ એક લાખથી વધુ દૂધ ઉત્‍પાદક સદસ્‍યોને લાભ મળશે

રાજકોટ તા.૧૧: રાજયમાં આ વર્ષે પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્‍થિતિ કપરી બની ગઇ છે ત્‍યારે માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂ.૧૦નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.૭૭૦ કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં રૂ.૧૦નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ.૭૭૦ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. દૂધના ખરીદ ભાવમાં વધારાનો લાભ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૧ જિલ્‍લાઓના માહી ડેરીમાં દૂધ ભરતા એક લાખથી વધુ દૂધ ઉત્‍પાદક સદસ્‍યોને મળશે. દૂધ ખરીદ ભાવ વધારાને કારણે પશુપાલકોની સમસ્‍યા મહદ અંશે હળવી બનશે.

(12:19 pm IST)