Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ધાનાણી - ડેર - વસોયા - કાલરિયા - મુસડીયા - માડમ - પીરઝાદા - ઠુંમર - જોષી - ચુડાસમા સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કોંગ્રેસના ૧૯ ધારાસભ્‍યો રિપીટ

કોંગ્રેસના વધુ ૪૬ ઉમેદવારોના નામ જાહેરઃ રાજકીય ધુરંધરો વચ્‍ચે જામશેઃ ચૂંટણી જંગ

રાજકોટ તા.૧૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિધાનસભા ચુંટણી જાહેર થતા ભાજપ - કોંગ્રેસ - આપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવાર જાહેર કરી રહયા છે. ત્‍યારે કોંગ્રેસના દ્વારા બીજી યાદી જાહેર કરીને ૪૬ ઉમેદવારોને ટિકીટ અપાઇ છે. જેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૧૯ ધારાસભ્‍યોને રિપીટ કરવામાં આવ્‍યા છે.

કોંગ્રેસ ગુરૂવારે મોડી રાત્રે ૪૬  ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં હાલના રર ધારાસભ્‍યોને રિપીટ કરવામાં આવ્‍યા છે. બીજી યાદીના નામ પહેલા તબકકાના મતદાન થવાનું છે એ બેઠકોના છે જેમાં દસાડાના નૌશાદ સોલંકી, ધોરાજીના લલિત વસોયા, સોમનાથના વિમલ ચુડાસમા, ઉનાના પુંજા વંશ તથા અમરેલીના પરેશ ધાનાણી સહિતના ધારાસભ્‍યોનો સમાવેશ થાય છે.

અબડાસા, માંડવી, ભુજ, દશાડા, લીંબડી, ચોટીલા, ટંકારા કાલાવડ, જામનગર સાઉથ ખંભાળિયા, જુનાગઢ, માંગરોળ,  સોમનાથ, ઉના, લાઠી, અમરેલી સાવરકુંડલા, રાજુલા માંડવી તલાજા જેવા બેઠકો પર રીપીટ થીયરી અપનાવાઇ છે. કહેવાય છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્‍યોનું પતુ કયારેય કાપતી નથી. કોંગ્રેસ રિપીટ થીયરી પર કામ કરે છે તેથી વિધાનસભાની ચુંટણીમાં ધારાસભ્‍યોને રિપીટ કરે છે.

જયેશ રાદડિયા સામે જેતપુર બેઠક પર દીપક  વેંકરીયાને ઉભા કરાયા છે. વિસાવદરમાં ધારાસભ્‍ય હર્ષદ રિબાડિયા છોડી ભાજપમાં જોડાયા હતા, તેને બદલે કરસનભાઇ વડોદરીયાને ટિકીટ  અપાઇ છે. કેશોદ પર રેશમા પટેલના  અરમાન પર પાણી ફરી વળ્‍યું છે. આ બેઠક પર હીરાભાઇ જેઠવાને ટીકીટ અપાઇ છે. જેથી એનસીપીનું ગઠબંધન અહી઼ જળવાયુ નથી. અહીં રેશમા પટેલે એનસીપી પાસેથી ટિકીટ માંગી હતી. ગોંડલની બેઠક પર કશમકશની જંગ ચાલતી હતી, જયાં યતીશ દેસાઇને ટિકીટ અપાઇ છે.

જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાય તેવી ચર્ચા હતી, પરંતુ કોંગ્રેસ તેમને ફરી ટિકીટ આપી છે, જેથ તેમના ભાજપના જોડાવા પર પુર્ણ વિરામ મુકાયું છે.

પાલિતાણા બેઠક પર પ્રવિણ રાઠોડ ર૦૧૭માં હારી ગયા હતા, તેમને ર૦રરમાં ફરી રીપીટ કરાયા છે.

ડેડીયાપાડામાં બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું હતુ. આ ગઠબંધન થયુ નથી. અહીં આદિવાસી વિસ્‍તારના મજબુત કાર્યકર્તા જેરમાબેનને ટિકીટ અપાઇ છે. ઝઘડીયા બેઠક પર પણ બીટીપીનું વર્ચસ્‍વ છે. જયાં કોંગ્રેસનું ગઠબંધન થયું હોય છે. આ બેઠક પર ફતેસિંહ વસાવાને ટિકીટ અપાઇ છે. આ બંને બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જે બતાવે છે કે કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન પુર્ણ થયું છે.

બાબરા

(મનોજ કનૈયા દ્વારા) બાબરા : આજે લાઠી બાબરા દામનગર વિધાનસભા કોંગ્રેસપ પક્ષ તરફથી લાઠી પ્રાંત કચેરી વિરજીભાઇ ઠુંમર ફોર્મ ભરશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ગણાતા લલિત વસોયા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તેવી અટકળો ચાલુ હતી તે બાબતે હવે અંત આવ્‍યો છે.

કોંગ્રેસે ૭૫ ધોરાજી સીટ માટે કોંગ્રેસના લડાઈક નેતા ગણાતા લલિત વસોયા ને ફરી ટિકિટ આપતા શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ વોરા મહામંત્રી ચિરાગભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા પૂર્વ નગરપતિ ડી એલ ભાષા ગોપાલભાઈ સલાટ વિગેરે કોંગ્રેસના કાર્યકતા માં ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકોના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે. અગાઉ એક બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. હજુ જિલ્લાની ત્રણ બેઠકના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા નથી.

ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્‍ય કનુભાઈ બારૈયા ને ફરી ટિકિટ આપવામાં આવી છે. જયારે પાલીતાણા બેઠક માટે પ્રવીણભાઈ રાઠોડને રીપીટ કરાયા છે. ગત વિધાનસભાની બેઠકમાં પાલીતાણા માંથી પ્રવીણભાઈ રાઠોડ પરાજિત થયા હતા કોંગ્રેસે તેને ફરી એકવાર તક આપી છે. જયારે ભાવનગર પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસ એ કે.

કે .ગોહિલને ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા કનુભાઈ કલસરિયા ની જાહેરાત કરી છે. આમ જિલ્લાની સાત પૈકી ચાર બેઠકો ઉપર કોંગ્રેસે તેના ઉમેદવાર જાહેર કર્યા છે.

ભાજપ દ્વારા ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ બેઠકોના ઉમેદવારો જાહેર કરવા માં આવ્‍યા છે. જયારે હજુ પણ ભાવનગર પૂર્વ ની બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસ ભાજપ અને આપના તમામ ઉમેદવારો જાહેર થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્ટ થશે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ મોડી રાત્રે કોંગ્રેસે જુનાગઢ બેઠક સહીત વધુ ૪૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જેમાં વિધાનસભાની જુનાગઢ બેઠક માટે ભીખાભાઇ જોશીને અને માંગરોળની સીટ પર બાબુભાઇ વામને રીપીટ કર્યા છે.

ગત વિધાનસભા ચુંટણીમાં વિજેતા થયેલા જોશી અને વાજાની સીધી ટક્કર ભાજપના ઉમેદવારો સામે થશે.

બિન પટેલની ગણાતી જુનાગઢ બેઠક પરથી કોંગ્રેસે ધારાસભ્‍ય ભીખાભાઇ જોશીના ચુંટણી મેદાનમાં ફરી ઉતારીને આ બેઠક અંકે કરવાનો મનસુબો ઘડયો છે.

જુનાગઢ બેઠક માટે ભાજપમાંથી ૪૬ જેટલા આગેવાનો વગેરેએ ટીકીટ માંગી હતી. જેમાંથી કડવા પાટીદાર સંજયભાઇ કોરડીયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળે છે. આમ જુનાગઢ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે તીવ્ર રસાકસી રહેશે.

માંગરોળ બેઠક માટે કોંગ્રેસે ફરી ધારાસભ્‍ય બાબુભાઇ વાજાને ટીકીટ આપી છે. જેથી સામે ગઇકાલે ભાજપે ર૦૧૭માં હારેલા પુર્વ ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરગઠીયાને ટીકીટ આપી ફરી દાવ અજમાવ્‍યો છે. સૌથી વધુ કોળી મતદારો ધરાવતી માંગરોળ બેઠક પર પણ કોંગ્રેસ-ભાજપ વચ્‍ચે તીવ્ર રાજકીય ફાઇટ રહેવાની શકયતા નકારી શકાતી નથી.

આમ જુનાગઢ જીલ્લાની વિધાનસભાની પાંચ બેઠક પર બે મુખ્‍ય રાજકીય પક્ષો વચ્‍ચે જ જંગ રહેવાનો હોય જેથી મતદારો કોની પસંદગી કરે છે તે જોવાનું રહયું.

દરમ્‍યાન આજે બપોરના વિજય મુહુર્તમાં જુનાગઢ બેઠક માટે ભાજપના સંજયભાઇ કોરડીયાએ પાર્ટીના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ઉમેદવારી પત્ર ભરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.

 

કોને કયાં ટીકીટ મળી

                     બેઠક   ઉમેદવાર

અબડાસા                    મહંમદ ઝુંક

માંડવી                      રાજેન્‍દ્રસિંહ જાડેજા

ભુજ                         અર્જુન હુદીયા

દસાડા               નવસાદ સોલંકી

લીંબડી              કલ્‍પના મકવાણા

ચોટીલા             ઋત્‍વીક મકવાણા

ટંકારા               લલીત કગથરા

વાંકાનેર             મહંમદ જાવેદ પીરઝાદા

ગોંડલ               યતીશ દેસાઇ

જેતપુર              દીપક વેકરીયા

ધોરાજી              લલીત વસોયા

કાલાવાડ            પ્રવિણ મુસડીયા

જામનગર સાઉથ    મનોજ કથીરીયા

જામજોધપુર         ચિરાગ કાલરીયા

જામખંભાળીયા       વિક્રમ માડમ

જુનાગઢ-            ભીખાભાઇ જોશી

 વિસાવદર          કરસનભાઇ વડોદરીયા

કેશોદ               હીરાભાઇ જેતાવા

માંગરોળ            બાબુભાઇ વાજા

સોમનાથ            વિમલ ચુડાસમા

ઉના                 પુંજાભાઇ વંશ

અમરેલી             પરેશ ધાનાણી

લાઠી                વિરજી ઠુંમર

સાવરકુંડલા         પ્રતાપ દુધાત

રાજુલા              અમરીશ ડેર

તળાજા              કનુભાઇ બાબરીયા

પાલીતાણા           પ્રવિણભાઇ રાઠોડ

ભાવનગર પમિ    કિશોરસિંહ ગોહીલ

ગઢડા               જગદીશ ચાવડા

ડેડીયાપાડા          જેરમાબેન વસાવા

વાગરા              સુલેમાનભાઇ પટેલ

ઝઘડીયા            ફતેસિંહ વસાવા

અંકલેશ્વર            વિજયસિંહ પટેલ

માંગરોળ, સુરત     અનિલભાઇ ચૌધરી

માંડવી              આનંદભાઇ ચૌધરી

સુરત ઇસ્‍ટ           અસલમ સાઇકલવાલા

સુરત નોર્થ          અશોકભાઇ વી.પટેલ

કારંજ               ભારતી પટેલ

લિંબાયત            ગોપાલભાઇ પાટીલ

ઉંધના               ધનસુખ રાજપુત

મજુરા               બલવંત શાંતીલાલ જૈન

ચૌર્યાસી             કાંતીલાલ પટેલ

વ્‍યારા               ઉનાભાઇ ગામીત

નિજર               સુનીલભાઇ ગામીત

વાંસદા              અનંતકુમાર પટેલ

વલસાડ        કમલકુમાર પટેલ

(12:20 pm IST)