Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બોર્ડની પરીક્ષાઓ ૧૪ માર્ચથી શરૂ થશેઃ ધોરણ-૧૦ અને ૧૨નું ટાઇમ ટેબલ જાહેર

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત એસએસસી અને એચએસસી પરીક્ષાની તારીખ ૨૦૨૩ જાહેર કરવામાં આવી

અમદાવાદ, તા.૧૧: બોર્ડની પરીક્ષા ઓ ૧૪ માર્ચથી શરૂ થશે અને ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ સમાપ્ત થશે. ગુજરાત બોર્ડ ડિસેમ્‍બર ૨૦૨૨ માં વિજ્ઞાન, સામાન્‍ય અને વ્‍યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક બહાર પાડશે. સંપૂર્ણ જીએસઇબી ટાઇમ ટેબલ ૨૦૨૩ બોર્ડની સત્તાવાર વેબસાઇ  gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ જોઇ શકાય છે. ગુજરાત SSC અને ગુજરાત HSC શેડ્‍યૂલ ૨૦૨૩ માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી છે.

રીપીટર, પ્રાઇવેટ એપ્‍લિકેન્‍ટ્‍સ અને અલગ અલગ ઉમેદવારો માટે ગુજરાત બોર્ડનું ટાઈમ ટેબલ ડિસેમ્‍બર ૨૦૨૨માં જાહેર કરવામાં આવશે. અહીં એસ.એસ.સી. અને એચ.એસ.સી. વર્ગો માટેના ગુજરાત બોર્ડ ૨૦૨૩ના ટાઇમ ટેબલ આપેલ છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત બોર્ડ gseb.org જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલને પીડીએફ ફોર્મેટમાં પબ્‍લિશ કરશે. પરીક્ષા માટે અભ્‍યાસ કરવા માટે, વિદ્યાર્થીઓ અહીંથી જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલ ૨૦૨૩ જાણી શકે છે.

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ૨૦૨૩

પરીક્ષાની તારીખ    વિષય

૧૪ માર્ચ, ૨૦૨૩    પ્રથમ ભાષા - ગુજરાતી/હિન્‍દી/મરાઠી/અંગ્રેજી ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા

૧૭ માર્ચ, ૨૦૨૩    બેઝીક મેથ્‍સ

૧૯ માર્ચ, ૨૦૨૩    સ્‍ટાન્‍ડર્ડ મેથ્‍સ

૨૨ માર્ચ, ૨૦૨૩    સાયન્‍સ એન્‍ડ ટેક્રોલોજી

૨૫ માર્ચ, ૨૦૨૩    સામાજીક વિજ્ઞાન

૨૭ માર્ચ, ૨૦૨૩    ગુજરાતી (દ્વિતીય ભાષા)

૨૯ માર્ચ, ૨૦૨૩    અંગ્રેજી (દ્વિતીય ભાષા)

૩૧ માર્ચ, ૨૦૨૩    દ્વિતીય ભાષા - હિંદી/સિંધી/સંસ્‍કળત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્‍થકેર, બ્‍યુટી એન્‍ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્‍સ

ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ૨૦૨૩

પરીક્ષાની તારીખ    વિષય (પરીક્ષાનો સમય - સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે ૧.૪૫ સુધી)      વિષય (પરીક્ષાનો સમય- બપોરે ૨.૩૦થી સાંજે ૬.૧૫ સુધી)

૧૪ માર્ચ, ૨૦૨૩    સહકાર પંચાયત        નામાનાં મૂળતત્‍વો

માર્ચ, ૨૦૨૩        ઇતિહાસ        આંકડાશાષા

માર્ચ, ૨૦૨૩        કળષિ શિક્ષણ, હોમ સાયન્‍સ, ટેક્‍સટાઇલ સાયન્‍સ,                        પોલ્‍ટ્રી અને ડેરી સાયન્‍સ, વન ઔષધિ ફિલોસોફી

માર્ચ, ૨૦૨૩        અર્થશાષા

માર્ચ, ૨૦૨૩        સેક્રેટરીયલ પ્રેક્‍ટિસ એન્‍ડ કોમર્સ જીયોગ્રાફી

માર્ચ, ૨૦૨૩        સામાજીક વિજ્ઞાન       બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન

માર્ચ, ૨૦૨૩        મ્‍યુઝીક થીએરી ગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી                        (દ્વિતીય ભાષા)

માર્ચ, ૨૦૨૩        સાયકોલોજી

માર્ચ, ૨૦૨૩        પ્રથમ ભાષા - ગુજરાતી/હિન્‍દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/                  અંગ્રેજી/તમિલ

માર્ચ, ૨૦૨૩        હિન્‍દી - દ્વિતીય ભાષા

માર્ચ, ૨૦૨૩        ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્‍ટિકલ)હેલ્‍થકેર                       (ટી)રિટેલ્‍સ (ટી)બ્‍યુટી એન્‍ડ વેલનેસટ્રાવેલ એન્‍ડ                     ટૂરીઝમ કમ્‍પ્‍યુટર ઇન્‍ટ્રોડક્‍શન

માર્ચ, ૨૦૨૩        સંસ્‍કળત/ફારસી/અરાબી/પ્રાકળત

૩૧ માર્ચ, ૨૦૨૩            રાજ્‍યશાષા      સોશ્‍યોલોજી

ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ સાયન્‍સની પરીક્ષાનું ટાઈમ ટેબલ ૨૦૨૩

સંભવિત તારીખ     વિષય (સમય બપોરે ૩.૦૦થી ૬.૩૦ સુધી)

૧૪ માર્ચ, ૨૦૨૩    ફિઝીક્‍સ

માર્ચ, ૨૦૨૩        કેમેસ્‍ટ્રી

માર્ચ, ૨૦૨૩        બાયોલોજી

માર્ચ, ૨૦૨૩        ગણિત

માર્ચ, ૨૦૨૩        અંગ્રેજી - પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા

૩૧ માર્ચ, ૨૦૨૩       પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્‍દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્‍દી), સંસ્‍કળત, ફારસી, અરાબી, પ્રાકળત, કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન (થિયરી)

GSEB 2023 Time Table:

આ રીતે ડાઉનલોડ કરી શકો છો ટાઇમટેબલ

જ્જ ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ ટાઈમ ટેબલ ૨૦૨૩ માત્ર બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવશે.

જ્જ gseb.org Àõ gsebeservice.com પર ગુજરાત બોર્ડના સત્તાવાર વેબપેજ પર જાઓ.

જ્જ ‘એચએસસી ટાઇમ ટેબલ ૨૦૨૩' અથવા ‘એસએસસી ટાઇમ ટેબલ ૨૦૨૩' લિંક પર ક્‍લિક કરો. જે મેઇન સ્‍ક્રીન પર હશે.

જ્જ ‘ડાઉનલોડૅ બટન પર ક્‍લિક કરો અને સમય પત્રકને પીડીએફ ફાઇલ તરીકે સેવ કરો.

જ્જ ભવિષ્‍યના સંદર્ભ માટે પીડીએફ ફાઇલને સેવ કરો.

જ્જ પરીક્ષાની બધી તારીખો તપાસો અને તે મુજબ તમારું વાંચવા અને તૈયારી કરો

(11:22 am IST)