Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો: માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આપ માં જોડાયા

કેસરીસિંહ સોલંકી બે ટર્મથી માતર વિધાનસભામાં ચૂટાય છે:ભાજપે ટિકિટ ન આપતા કેસરીસિંહે રાજીનામું ધરી દીધું: હવે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે

અમદાવાદ :  વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય  કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટી જોડાયા છે.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

  કેસરીસિંહ સોલંકી બે ટર્મથી માતર વિધાનસભામાં ચૂટાય છે. આમ ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપને પહેલો ઝટકો લાગ્યો છે. ભાજપે ટિકિટ ન આપતા કેસરીસિંહે રાજીનામું ધરી દીધું છે અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે.

(12:03 am IST)