Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નવાબ મલિકને સણસણતો જવાબ કહ્યું કે મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ અત્યાર સુધી કોના ઈશારે મુંબઈમાં ડર વગર ડ્રગ્સનો ધંધો કરતો હતો? તેની તપાસ કરાવો. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે કે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પકડી પાડ્યું

ગાંધીનગર :  છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ત્યારે હવે નવાબ મલિક ગુજરાતના ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેમણે મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ. તો કિરીટસિંહ રાણાએ આરોપોને ફગાવ્યા હતા, જ્યારે હવે જીતુ વાઘાણી બાદ હર્ષ સંઘવીએ આ અંગે નવાબ મલિકને જવાબ આપ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને જવાબ આપ્યો છે કે, મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ઘુસાડે તે પહેલા સજ્જાદની ધરપકડ કરાઈ છે. મને ગુજરાત પોલીસ પર ગર્વ છે. ગુજરાતના યુવાનોની જિંદગી બગડે તે પહેલા આરોપીની ધરપકડ કરી છે. સજ્જાદ શાકભાજીની આડમાં ડ્રગ્સનો કાળો ધંધો કરી રહ્યો હતો. કોના ઇશારે સજ્જાદ કામ કરે તેની તપાસ કરાવો.

નવાબ મલિકના આક્ષેપ પર ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કર્યું હતું  કે મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ અત્યાર સુધી કોના ઈશારે મુંબઈમાં ડર વગર ડ્રગ્સનો ધંધો કરતો હતો? તેની તપાસ કરાવો. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે કે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પકડી પાડ્યું.

(12:49 am IST)